ક્રિકેટ રોમાંચથી ભરેલી રમત છે. તેમા પણ જો ભારત અને પાકિસ્તાનની મેચ હોય તો આ રોમાંચ ડબલ થઈ જાય છે. તમને યાદ છે છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ ક્યારે રમાઈ હતી ? 13 વર્ષ પહેલા. છેલ્લી વાર બંને ટીમ 2007માં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી.
આ મુદ્દો એટલા માટે ફરી ચર્ચાનો વિષય બન્યો છે કે, હાલમાં જ ICCના નવા અધ્યક્ષ તરીકે જૉન બાર્કલેની પસંદગી કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, તેઓ ICC ક્રિકેટના પારંપારિક પ્રતિદ્વંદી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય સિરીઝ થતી જોવા ઈચ્છે છે. જો કે, સાથે જ તેમણે એવું પણ કહ્યું કે હું એ વાતની ગેરંટી નથી આપતો કે, હકીકતે આવું થશે.
બાર્કેલે શું કહ્યું ?
બાર્કેલે કહ્યું કે, ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકિટના સંબંધો પહેલાં જેવા જ સારા થઈ જાય તો તેનાથી વધુ સારી વાત કોઈ નથી. હું એ પણ જાણું છુ કે તેમની વચ્ચે ઘણી રાજકીય સમસ્યાઓ છે જે અમારા અધિકારથી બહાર છે. તેમણે કહ્યું કે અમે બંને દેશોને દરેક સંભવ મદદ કરવા તૈયાર છીએ. ફરીથી દ્રી-પક્ષીય સિરીઝ થઈ શકે અને બંને દેશ એક બીજાના ઘરઆંગણે મેચ રમી શકે.
છેલ્લે ક્યારે મેચ રમાઈ હતી?
છેલ્લી વાર બંને ટીમ વચ્ચે 2007માં ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. ત્યારે પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ભારતે 14 વર્ષ પહેલાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ એક પણ ટેસ્ટ સિરીઝ યોજાઈ નથી. જો કે, બંને ટીમ ટી-20 અને વન ડે સિરીઝમાં એકાદ બે વખત ટકરાઈ છે. બંને દેશો વચ્ચે 2012માં ભારતમાં વન-ડે અને ટી-20 મેચ રમાઈ હતી. છેલ્લી વાર 2019માં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધુ હતું. વર્લ્ડ કપમાં પણ બંને ટીમ સામ-સામે ન ટકરાય તેવા આયોજનની ચર્ચાએ જોર પકડ્યું હતું.
પહેલીવાર ક્યારે ટકરાયા ?
ભારત પાકિસ્તાન વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 1952-53માં રમાઈ હતી. 5 મેચની સિરીઝને ભારતે 2-1થી જીતી લીધી હતી. ભારતે આ સિરીઝની મેજબાની કરી હતી. 1954-55માં ભારતીય ટીમે પહેલીવાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પાંચ મેચની સિરીઝમાં તમામ મેચ ડ્રો થઈ હતી.
ભારત-પાક મેચ હોટફેવરિટ
ટેલિવિઝન પર ભારત-પાકિસ્તાનની મેચ દુનિયામાં સૌથી વધુ જોવામાં આવે છે. ચાબુકની ટીમના ધ્યાને એક જૂનો રિપોર્ટ આવ્યો. જેમાં દાવો કરાયો છે કે, દુનિયામાં 1 અરબ લોકો ભારત-પાકિસ્તાનની મેજ જુએ છે. 2011માં વર્લ્ડકપમાં બંને ટીમ વચ્ચે જે સેમિફાઈનલ મેચ રમાઈ હતી તે મેચને દુનિયાભરના 988 મિલિયન દર્શકોએ નિહાળી હતી. 2015માં ભારત અને પાકિસ્તાન ફરી વિશ્વકપમાં ટકરાયા હતા. જે મેચની ટિકિટ માત્ર 12 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન કુલ 7 વાર ટકરાયા છે. 7માંથી એક મેચ પણ પાકિસ્તાન જીતી શક્યું નથી.
ભારત સ્પષ્ટતા કરી ચૂક્યું છે
ભારતે આ મુદ્દે ઘણી વાર કહ્યું છે કે, પાકિસ્તાને ભારત સાથે ક્રિકેટ સંબંધોને સુધારવા માટે પહેલાં આતંકી ગતિવિધિઓ રોકવી પડશે. એવું કોઈ કામ ન કરવું જેનાથી ભારતના હિતને નુકસાન પહોંચે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત