દેશ આઝાદ થયો તે પહેલાથી મુંબઈ ફિલ્મના ઉદ્યોગનું ભારતભરમાં એક ઠેકાણું બની ચૂક્યું છે. અહીં દરેક વ્યક્તિ નવા સપના સાથે આવે છે. લાખો લોકો એક્ટર બનવા માટે મુંબઈમાં ઉતરે છે. પણ હવે મુંબઈ જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં પણ આ સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તેમને ત્યાં ફિલ્મ સીટી બનાવવાની વાત વહેતી મુકી હતી.
આજે યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાતે છે. મુબઈમાં ઉતરાણ કર્યા બાદ અહીંની હોટલમાં અક્ષય કુમાર સાથે તેમની મુલાકાત થઈ. મુખ્યમંત્રી મુંબઈમાં ઉતર્યા અને સીધા હોટલ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોલિવુડની કેટલીક હસ્તીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
સપ્ટેમ્બર મહિનામાં યોગી આદિત્યનાથે ઘોષણા કરી હતી કે તેઓ દેશની સૌથી મોટી ફિલ્મ સીટીનું નિર્માણ ગૌતમબુદ્ધ નગર ડિસ્ટ્રીક્ટમાં કરવા માગે છે. જેમાં નોઈડા અને ગ્રેટર નોઈડા જેવા ટ્વીન સીટી પણ સંલગ્ન હશે. મંગળવારે તેમણે અક્ષય કુમાર સાથે મુલાકાત કરી અને આજે ઉદ્ધવ ઠાકરેનું તેમના પર નિવેદન આવી ગયું છે.
નોઈડાની ફિલ્મ સીટીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આમને સામને થયા છે. આજે યોગી આદિત્યનાથે ફિલ્મ સીટીના ઈનવેસ્ટર સાથે મુલાકાત કરશે.
Maharashtra: Actor Akshay Kumar called on Uttar Pradesh CM Yogi Adityanath at Mumbai's Trident hotel where the latter is staying.
— ANI (@ANI) December 1, 2020
UP Chief Minister will launch Rs 200 crores Lucknow Municipal bond at Bombay Stock Exchange tomorrow. pic.twitter.com/BZVfiMd0Bk
ગઈકાલે જ ઈન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સની સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર એક મેગ્નેટિક રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં આજે પણ મહારાષ્ટ્રનું આકર્ષણ છે. રાજ્યનો કોઈ પણ ઉદ્યોગ બહાર નહીં જાય. જોકે અન્ય રાજ્યના ઉદ્યોગપતિઓ પણ મહારાષ્ટ્રમાં ઉદ્યોગની સ્થાપના કરવા માટે આવશે. રાજ્યના ઉદ્યોગો તો રાજ્યમાં જ રહેશે.
સીએમ ઉદ્ધવ ઠાકરે આ અંગે પ્રતિસ્પર્ધાની વાત કરી કહ્યું હતું કે, સ્પર્ધા હોવી એ સારી બાબત છે, પણ રાડો પાડી પાડીને, ધમકાવીને, કોઈ લઈ જવા ઈચ્છશે તો અમે એ થવા નહીં દઈશું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથનું નામ લીધા વિના કહ્યું હતું કે, દમ હોય તો ઉદ્યોગને અહીંથી બહાર લઈ જાવ.
આ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ પાંચ સિતારા હોટલમાં રોકાયા હતા ત્યાં મહારાષ્ટ્ર નિર્માણ સેનાએ મરાઠીમાં પોસ્ટર લગાવ્યા હતા. જેમાં નોઈડાની ફિલ્મ સીટીને લઈ વિરોધ નોંધવવામાં આવ્યો હતો. મનસેએ પણ યોગી આદિત્યનાથનું નામ લીધા વિના એમને ઠગ કહ્યા હતા.
મનસેએ પોતાના પોસ્ટરમાં લખ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલા ફિલ્મસીટીને ઉત્તર પ્રદેશ લઈ જવાના મૂંગેરીલાલના હસીન સપના. પોસ્ટરમાં એ પણ લખેલું હતું કે, કહાં રાજા ભોજ ઔર કહાં ગંગૂ તેલી. ક્યાં મહારાષ્ટ્રનો વૈભવ અને ક્યાં યુપીની દરિદ્રતા. નિષ્ફળ રાજ્યની બેરોજગારી છૂપાવવા માટે મુંબઈ ઉદ્યોગને યુપી લઈ જવા આવ્યો છે ઠગ.
યોગી આદિત્યનાથ ફિલ્મ સીટીને નજીકથી જાણવા માટે જ મુંબઈ પહોંચ્યા છે. રિપોર્ટ પ્રમાણે યોગી આદિત્યનાથ ફિલ્મની મશહૂર હસ્તીઓ સાથે મુલાકાત કરી એ જાણવાનો પ્રયત્ન કરશે કે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપક્રમે તેમણે અક્ષય કુમાર સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા મુંબઈમાં થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત