Team Chabuk-National Desk: કોરોના મહામારીની સાથે દેશમાં 26 રાજ્યોમાં બ્લેક ફંગસે પણ દસ્તક દઈ દીધી છે. ગુજરાતમાં પણ મ્યૂકોરમાઈકોસિસના કેસ સતત વધી રહ્યા છે. બ્લેક ફંગસની સારવાર માટે કેન્દ્ર સરકારે એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શનના 30 હજાર 100 ડોઝ ફાળવ્યા છે. જો કે, આ વૉયલ દેશમાં કુલ માંગના 10 ટકા પણ નથી.
કેન્દ્રીય મંત્રી ડી.વી.સદાનંદ ગૌડાએ આ અંગે માહિતી આપી હતી કે, સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 30 હજાર 100 એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શન મોકલવામાં આવ્યો છે. હાલ દેશમાં લગભગ 20 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેના માટે રોજ 30 હજાર ઈન્જેક્શનની જરૂર પડે છે.
મ્યૂકોરમાઈકોસિસના દર્દીને આ ઈન્જેક્શન દિવસમાં બે વાર આપવામાં આવે છે. મોટા ભાગના કેસમાં લગભગ છ અઠવાડિયા સુધી આ ઈન્જેક્શન આપવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ આ અંગે કહ્યુ હતું કે, અંદામાન અને નિકોબાર સિવાય અરૂણાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને નાગાલેન્ડ સિવાય દરેક રાજ્યોમાં બ્લેક ફંગસના દર્દીઓ દાખલ છે. દેશમાં હાલ ઈન્જેક્શનની ઉત્પાદન ક્ષમતા 1 લાખની છે.
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાત રાજ્યોમાં સૌથી વધુ દર્દીઓ છે. સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેથી જ અહીં મોટાભાગની દવાઓ ફાળવવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં પણ ઘણા દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેથી સરકારે આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે 1 હજાર 260 વોયલ ફાળવ્યા છે.
સોશિયલ મીડિયા પર ડોકટરોની પીડા છલકાઈ
રોજ આંખોની સામે મોતના મુખમાં ધકેલાઈ રહેલા દર્દીઓને જોઈને ડોક્ટરોની હિંમત પણ તૂટી રહી છે. દર્દીઓને સમયસર દવા અને ઈન્જેક્શન ન મળવાના કારણે તબીબો પણ લાચાર બન્યા છે. બેગ્લોરની મણિપાલ હોસ્પિટલના ડોક્ટર રઘુરાત હેગડેએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેઓ બ્લેક ફંગસથી તડપી રહેલા દર્દીઓનો જીવ બચાવવા માટે ઓપરેશન કરી રહ્યા છે પરંતુ ઓપરેશન બાદ પણ તેઓ દર્દીનો જીવ બચાવી શકતા નથી. તેમણે લખ્યું કે, અત્યાર સુધીમાં તેઓ કેટલાય દર્દીઓની આંખ કાઢી ચુક્યા છે.
ડોક્ટરનું કહેવું છે કે, કેટલાક દર્દીઓના શરીરમાં ફંગસ પહેલાંથી જ વધુ ફેલાઈ ગઈ હોય છે. જેના કારણે આવા દર્દીઓનો જીવ જોખમાં મુકાઈ જતો હોય છે. કેટલાક દર્દીઓ એવા હોય છે જે શરૂઆતમાં જ લક્ષણો દેખાતા હોસ્પિટલ પહોંચી જતા હોય છે પરંતુ સમયસર ઈન્જેક્શન અને અન્ય દવા ન મળવાના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યો છે. આ જ કારણ છે કે ફંગસના કારણે દેશમાં મૃત્યુદર સતત વધી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત