Homeદે ઘુમા કેક્રિકેટઃ હાલની પેઢીમાં સૌથી સારી કવર ડ્રાઈવ કોની ?, આ રહ્યો જવાબ

ક્રિકેટઃ હાલની પેઢીમાં સૌથી સારી કવર ડ્રાઈવ કોની ?, આ રહ્યો જવાબ

Team Chabuk Sports Desk: ક્રિકેટના ખેલાડીઓનો પોતાનો એક મનપસંદ શોટ હોય છે. જેને તેઓ ખૂબ જ સરળતાથી અને શાનદાર રીતે રમે છે. કેટલાક ખેલાડીની કવર ડ્રાઈવ સારી હોય છે, કેટલાક પુલ શોટ સારો ફટકારી શકે છે. કેટલાક ખેલાડીઓ ઓન-ડ્રાઇવ અને રિવર્સ સ્વીપ સારી રીતે રમી શેક છે. તો ધોનીના હેલિકોપ્ટર શોટને પણ આપણે સૌ જાણીએ છીએ. સ્પેશિયલ શોટ માટે જ તાજેતરમાં ICCએ એક પોલ જાહેર કર્યો હતો અને લોકોનો અભિપ્રાય માગ્યો હતો. ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરાયેલા આ પોલને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પોલમાં વર્તમાન રાઉન્ડના ચાર સ્ટાર ક્રિકેટરોને સામેલ કરાયા હતા. જેમાં છેલ્લી ઘડીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે બાજી મારી હતી. ICCએ 3 ફેબ્રુઆરીએ પૂછ્યું હતું, આ પેઢીમાં કવર ડ્રાઈવ કોની સારી છે ? ચાર બેટ્સમેનમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ, ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઇંગ્લેન્ડ ટીમની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટને સામેલ કરાયા હતા.

ICCના આ મતદાનમાં કુલ 260,143 લોકોએ મત આપ્યો હતો. જેમાં પાકિસ્તાની બેટ્સમેન બાબરને 46% મત મળ્યા હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 45.9% મત સાથે બીજા સ્થાને રહ્યો હતો. બાબર અને કોહલી વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. આ રેસમાં કોહલી 0.1% મતથી પાછળ રહી ગયો હતો. આ સિવાય ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 7.1% મત સાથે ત્રીજા સ્થાને અને ન્યૂઝિલેન્ડનો કેપ્ટન જો રૂટ 1.1 ટકા મત મત સાથે ચોથા નંબરે રહ્યો હતો.

કવર ડ્રાઈવમાં મેદાન મારી જનારા પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીને અગાઉ દાયકાની શ્રેષ્ઠ ટીમના સ્થાન નહતું મળ્યું. જો કે, આમ તો, કોઈ પાકિસ્તાની ટીમનો ખેલાડી આ લિસ્ટમાં આવી શક્યો ન હતો. જે બાદ પાકિસ્તાની ચાહકોએ ICCનો વિરોધ નોંધાવ્યો હતો.

ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટને ભલે સૌથી ઓછા મત મળ્યા છે. પરંતુ હાલ ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ ટીમમાં તેણે સાબિત કરી દીધુ છે કે તે બેસ્ટ બેટ્સમેન તો છે જ. ચેન્નાઇના ચેપૌક સ્ટેડિયમ ખાતે 30 વર્ષીય બેટ્સમેને રનની દ્રષ્ટિએ ઘણા દિગ્ગજ લોકોને હરાવી દીધા છે. રુટ હવે તેની 100મી ટેસ્ટ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે અહીં 218 રન બનાવ્યા હતા. આ કિસ્સામાં, રૂટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ-હકનો 16 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. ઈન્ઝમામે બેંગ્લોરમાં તેની 100મી ટેસ્ટમાં 2004/05માં ભારત સામે 184 રનની ઇનિંગ્સ રમી હતી.

રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી રાહુલ દ્રવિડ, એલિસ્ટર કૂક અને ગ્રીમ સ્મિથના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.. રૂટ ઇંગ્લેન્ડનો બીજો ખેલાડી બન્યો છે જેણે સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. વેલી હેમન્ડ સાત બેવડી સદી સાથે પ્રથમ ક્રમે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments