Team Chabuk National Desk: જો તમે ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. તમને સાવચેત કરવા માટે છે. ડેટિંગ એપ્લીકેશનના માધ્યમથી 16 યુવકો લૂંટાયા છે. એક મહિલા ગેંગ આવી એપ્લીકેશનના માધ્યમથી સક્રિય હોવાની શંકા છે. હાલ આવો એક કિસ્સો સામે આવ્યો છે. ઝડપાયેલી મહિલાની મોડસ ઓપરેન્ડી એ હતી કે તે પહેલાં ડેટિંગ એપ્લીકેશનના માધ્યમથી યુવાનો સાથે મિત્રતા કેળવતી. થોડી ગાઢ મિત્રતા થયા બાદ તેમના ઘરે જઈ. યુવકને બેભાન કરી ઘર સાફ કરી અને જતી રહેતી.
ઘટના મહારાષ્ટ્રના પુણેની છે. જ્યાં ડેટિંગ એપના માધ્યમથી યુવકોને ચૂનો લગાવતી મહિલા ઝડપાઈ છે. મહિલાની ઓળખ સયાલી ઉર્ફે શિખા દેવેન્દ્ર કાલ તરીકે થઈ છે. જે યુવકોને તેણે શિકાર બનાવ્યા તે પુના અને પિંપરી ચિંચવાડ જિલ્લાના રહેવાસી હતા. પોલીસ કમિશનર કૃષ્ણા પ્રકાશને જણાવ્યું હતું કે, મહિલા ડેટિંગ એપ દ્વારા લોકોને છેતરતી હતી. ડેટિંગ એપ્લિકેશન દ્વારા, મહિલાએ યુવાનો સાથે મિત્રતા કરી અને તેમના ઘરે પહોંચી જતી હતી.
યુવકના ઘરે પહોંચ્યા બાદ મહિલા યુવકને કોલ્ડ્રીંક્સમાં બેભાન કરવાની દવા પીવડાવી દેતી હતી. ત્યારબાદ યુવતી મોબાઈલ, ઘરેણાં અને ઘરમાં રાખેલા રોકડા રૂપિયા લઈને ગાયબ થઈ જતી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની માતા ઘણીવાર બીમાર રહેતી હતી. જેના કારણે તેને એક ઉંઘની ગોળી આપવામાં આવી હતી. પોલીસને શંકા છે કે, આ જ દવાનો ઉપયોગ તે યુવાનોને બેભાન કરવામાં કરતી હતી.
એટલેથી ન અટકતાં પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. મહિલાએ પોતે લેસ્બિયન છે તેમ કહીને કેટલીક યુવતીઓને પણ પોતાનો શિકાર બનાવી છે. બેહોશ કર્યા બાદ યુવતી સામેવાળાના મોબાઈલમાંથી એપ્લીકેશન ડિલિટ કરી દેતી હતી જેથી તે પકડાતી ન હતી. જો કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક ફેક એકાઉન્ટ બનાવ્યું જેણે મહિલાની યોજના પર પાણી ફેરવી દીધુ.
પોલીસની પાથરેલી જાળમાં ફસાયા બાદ મહિલા પોલીસે જ ઉભા કરેલા એક ડમી બોયફ્રેન્ડને મળવા પહોંચી હતી. જેવી મહિલા યુવકને કોલ્ડ્રીક્સ પીવડાવવા ગઈ કે પોલીસે રેડ કરી હતી. અને યુવતીને રંગેહાથ ઝડપી લીધી હતી.
પકડાયેલી યુવતી પાસેથી 15 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. યુવતીએ કહ્યું કે, તે કોલસેન્ટરમાં કામ કરતી હતી અને લોકડાઉન દરમિયાન તેની નોકરી જતી રહી હતી. તેણે કબુલ્યુ કે નેટફ્લીક્સમાં એક સિરીઝ જોયા બાદ તેને ડેટિંગ એપથી યુવકોને લૂંટવાનો વિચાર આવ્યો હતો અને તેના પર અમલ પણ કર્યો હતો. આવી રીતે તે 16 યુવાનોને લૂંટી ચુકી છે. યુવતી સયાલીમાં પોતાની બીમાર માતા અને તેના એક ભાઈ સાથે રહે છે. યુવતીએ કહ્યું કે, જલદી રૂપિયા કમાવા માટે તેણે ગુનાની દુનિયાનો રસ્તો અપનાવ્યો હતો. જો કે, હાલ તો આ શોર્ટકર્ટ તેને લાંબો પડી ગયો છે. મહેલોમાં રેહવાનુ તેનું સપનું, સપનું જ રહી ગયુ છે અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત