Team Chabuk-Sports Desk: 2021ના ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ભારતીય ક્રિકેટમાં ઉહાપોહ થયાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે આટલું જલ્દી અંતિમ નિર્ણય પર પહોંચી જવાને લઈ ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે આટલી જલ્દી અંતિમ નિષ્કર્ષ પર ન પહોંચી જવું જોઈએ. મંગળવારના રોજ સાઉથ આફ્રિકામાં રમાનારી શ્રેણીને લઈ વિરાટ કોહલીના પાછળ હટી જતાં ઉમટેલી ચર્ચાઓ પર સુનીલ ગાવસ્કરે નિવેદન આપ્યું હતું. ભારતીય ટીમના બંને આધારસ્તંભ ખેલાડીઓ વચ્ચે ચાલી રહેલો મતભેદ વિરાટ કોહલીની પાસેથી વનડેનું સુકાની પદ આંચકી લીધા બાદ શરૂ થયો છે.
રોહિતની ઈજા
મુંબઈમાં ટીમ ઈન્ડિયાના કેમ્પની તૈયારી દરમ્યાન રવિવારના રોજ હિટમેન રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હતી. જે પછી તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરવાનો છે. એ પછી સમાચાર સામે આવ્યા કે વિરાટ કોહલી પોતાની પુત્રીના જન્મદિવસના કારણોસર વનડે શ્રેણીમાં ટીમની સાથે નહીં રહે. જોકે આ અંગેની વિરાટ કોહલી કે બીસીસીઆઈ દ્વારા કોઈ પણ પ્રકારની પુષ્ટી કરવામાં નથી આવી.
અઝરુદ્દીનનું નિવેદન
બીજી બાજુ ભારતના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ અઝરુદ્દીને કોહલીના વનડે સિરીઝમાંથી પાછળ હટવાના પગલા પર સવાલો ઉભા કર્યાં છે. અઝહરે આ અંગે ટ્વીટ કરી લખ્યું છે કે, વિરાટ કોહલીએ સૂચિત કર્યું છે કે તે મર્યાદિત ઓવરની શ્રેણી માટે ઉપલબ્ધ નથી અને રોહિત શર્મા આગામી ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ નથી. વિરામ લેવામાં કંઈ ખોટું નથી. પણ ટાઈમિંગ શ્રેષ્ઠ હોવી જોઈએ. આ તો તિરાડ તરફ સંકેત કરે છે.
સુનીલ ગાવસ્કરનું નિવેદન
મીડિયાની સાથે વાતચીત કરતા પૂર્વે ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, લોકોએ આ અંગે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. જો અઝરુદ્દીનને કોહલી અને રોહિતના આંતરિક સંબંધો અંગે જાણકારી છે, તો તેમણે પુરી સત્યતા સામે રાખવી જોઈએ. વધુમાં પૂર્વ ખેલાડીએ કહ્યું કે, બંને ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રીતે ભારતીય ક્રિકેટની સેવા કરી છે. અમારામાંથી કોઈ પણ માટે યોગ્ય જાણકારી વગર આંગળી ઉઠાવવી બિલકુલ ઉચિત નથી. જ્યાં સુધી બંને ખેલાડીઓ કંઈ લઈ સામે નથી આવતા, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પરિણામ સુધી ન પહોંચવું જોઈએ. હા, અઝરુદ્દીને કંઈક કહ્યું છે, પણ જો તેમને કોઈ આંતરિક જાણકારી પ્રાપ્ત છે તો તેમણે બહાર લાવવી જોઈએ કે બેઉંની વચ્ચે શું થયું છે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત