Homeતાપણુંગોપાલ ઈટાલિયાના ચાબખા: હર્ષ સંઘવીને હીરોગીરી કરવાનો શોખ હોય તો અત્યારે યોગ્ય...

ગોપાલ ઈટાલિયાના ચાબખા: હર્ષ સંઘવીને હીરોગીરી કરવાનો શોખ હોય તો અત્યારે યોગ્ય સમય છે

Team Chabuk-Gujarat Desk: ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમની કાર્યપ્રણાલીને લઈ ચર્ચામાં રહ્યા. સપાટા બોલાવ્યા. અગાઉના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમયે જનતાએ ન જોયેલી કેટલીક કામગીરી પણ દેખાઈ. હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયાએ ફેસબુકના માધ્યમથી હર્ષ સંઘવીને કેટલાક સવાલો પૂછ્યાં છે અને તેમના પર કટાક્ષ પણ કર્યો છે.

તેમણે પેપર ફૂટ્યાની વાત પર ચાબખા મારતા લખ્યું છે કે, ‘ગૃહમંત્રી હર્ષ સંઘવી નવા નવા મંત્રી બન્યા પછી થોડાક દિવસ ખુબ જ નકલી સિંઘમગીરી કરી અને સીન-સપાટા કર્યા, પણ પેપર ફૂટ્યાની ઘટનામાં ભાજપના નેતાઓ હોવાની અંદરખાને ચર્ચાએ જોર પકડતા હર્ષભાઈ ગાયબ થઈ ગયા છે.’

તેઓએ હર્ષ સંઘવી સામાન્ય બાબતે પણ મીડિયામાં હીરોગીરી કરવા લાગતા હતા કહી ઉમેર્યું છે કે, ‘હર્ષ સંઘવી કોરોના ઈન્જેકશન સમયથી મીડિયામાં આવીને છીછરી કક્ષાની હીરોગીરી કરવા માટે જાણીતા છે. સાવ સામાન્ય ઘટના બની હોય ત્યાં પણ હર્ષ સંઘવી પહોંચી જાય અને મીડિયામાં હીરોગીરી કરવા લાગતા હતા, પણ પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના જ નેતાઓના નામ હોવાની અંદરખાને ચર્ચા ચાલુ થતા હર્ષ સંઘવીની બોલતી બંધ થઈ ગઈ છે.’

તેમણે પોતાના લખાણમાં ગૃહમંત્રીને પડકાર ફેંકતા કહ્યું છે કે અત્યારે હીરોગીરી કરવાનો યોગ્ય સમય છે. આપના અધ્યક્ષે લખ્યું છે કે, ‘અગાઉ ઘણીવાર પેપર ફૂટ્યા પરંતુ કોઈને સજા નથી થઈ એટલે પેપરફોડુંઓની હિંમત વધી છે. હર્ષ સંઘવીને હીરોગીરી કરવાનો શોખ હોય તો અત્યારે યોગ્ય સમય છે. હેડ ક્લાર્કનું પેપર ફોડવામાં મદદ કરનાર ભાજપના નેતાઓ સહિત તમામ આરોપીઓનું ગધેડા ઉપર બેસાડીને આખા ગુજરાતમાં સરઘસ કાઢે તો સિંઘમ ગૃહમંત્રી માનીએ.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments