Homeદે ઘુમા કેT20 ફાઈનલ: આજે ન્યૂઝીલેન્ડના સ્પીનર્સ ચાલ્યા તો ઓસ્ટ્રેલિયાને અગિયારા ગણવાના રહેશે

T20 ફાઈનલ: આજે ન્યૂઝીલેન્ડના સ્પીનર્સ ચાલ્યા તો ઓસ્ટ્રેલિયાને અગિયારા ગણવાના રહેશે

Team Chabuk- Sports Desk: આજની ફાઇનલમાં જોયા જેવી એ વસ્તુ હશે કે એશિયા બહારની બે ટીમો વચ્ચે ટક્કર છે, તો તેમાં સ્પિનર્સની કેવી ભૂમિકા રહેશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બેઉં ટીમે સુપર-12થી લઈ સેમીફાઈનલ સુધીના સફરમાં સ્પિનર્સને બખૂબી હેન્ડલ કર્યાં છે. દુબઈમાં સ્પીનર્સને ખૂબ મદદ મળે છે.

shree-hari-jyotish

આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સ્પીન સામે શરણાગતિ સ્વીકારતી જોવા મળી રહી છે. પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે અંતિમ તમામ ઓવર ફાસ્ટ બોલર્સને આપી અને ઓસ્ટ્રેલિયા ફાસ્ટ બોલર્સની સામે હલ્ક બની જાય છે. તેણે શાહીન શાહ આફ્રિદી જેવા બોલર્સની પીદુડી લઈ નાખી. ટીમના ઓપનર અને મહત્વના બેટર ડેવિડ વોર્નરને છોડવામાં આવે તો બાકીના છ બેટ્સમેનો સ્પિનની વિરૂદ્ધ 100ની સ્ટ્રાઈક રેટથી પણ રન બનાવી શકતા નથી. એવામાં ન્યૂઝીલેન્ડ માટે સોઢી અને સેન્ટનર હુકુમના એક્કા સાબિત થઈ શકે છે જ્યારે ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો. સોઢી અને સેન્ટનર, બંનેની ખાસિયત એ છે કે જમોણી બેટરોની સામે તે સૂર્યમુખીની જેમ ખીલી જાય છે. બેઉં નીતનવા રેકોર્ડ બનાવી લે છે.

shree-hari-jyotish

ગત બે મેચમાં સેન્ટરે મિડલ ઓવર્સમાં ફક્ત ત્રણ ઓવર ફેંકી હતી, કારણ કે વિપક્ષી ટીમની પાસે ધબધબાટી બોલાવવા ડાબોડી બેટ્સમેનો હતા. જે સેન્ટર અને કિવી ટીમને હતી ન હતી કરી નાખેત. એવામાં ઓસ્ટ્રેલિયા માટે તારણહાર વોર્નર જ બની શકે છે. વોર્નરને આ મેચમાં ટકવું પડશે અને સ્પીનર્સના મેદાન પર આવતા પોતાની ખરી રમત બતાવવી પડશે. ક્રિઝ પર ઉપસ્થિત અન્ય બેટ્સમેનોએ પણ ઓછામાં ઓછી સ્ટ્રાઈક લઈ વોર્નરને મદદ કરવી પડશે.

shree-hari-jyotish

ઓસ્ટ્રેલિયા માટે સુપર-12 રાઉન્ડમાં એડમ જમ્પાએ મિડલ ઓવરમાં સૌથી વધારે વિકેટ લીધી છે. એ ન્યૂઝીલેન્ડના મીડલ ઓર્ડરને તહેસનહેસ કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. ડેવોન કૉન્વેની ગેરહાજરી કિવી ટીમ પર ભારી પડી શકે છે. આજના મેચમાં જોવાનું એ છે કે કૉન્વેને રિપ્લેસ કોણ કરે છે. તેની જગ્યાએ એક ડાબોડી બેટ્સમેન માર્ક ચેપમેન પણ ટીમમાં છે. પણ શું ન્યૂઝીલેન્ડની ટીમ આટલા મહત્વના મેચમાં માર્કને ઉતારી જોખમ લેશે? કે પછી અનુભવી ટિમ સીફર્ટને સ્થાન આપશે.

shree-hari-jyotish

વોર્નરની માફક વિલિયમસન શાંતિથી સ્પીનને રમનારો ન્યૂઝીલેન્ડનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. જોકે વિશ્વકપમાં તેનું ફોર્મ જોઈએ તેવું નથી રહ્યું. સ્પિનની વિરૂદ્ધ આ ટૂર્નામેન્ટમાં 81.42ની સ્ટ્રાઈક રેટથી તેણે રન બનાવ્યા છે. જામ્પા અને મેક્સવેલની વિરૂદ્ધ પણ તેનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. જામ્પાની વિરૂદ્ધ ટી ટ્વેન્ટીમાં વિલિયમસને 38 બોલ રમ્યા છે. જેમાંથી 37 રન બનાવ્યા છે. બે વખત તેના જ હાથે પવેલિયન પરત ફર્યો છે. મેક્સવેલ સામે દસ બોલ રમ્યા છે, છ રન બનાવ્યા છે અને બે વખત આઉટ થયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments