Homeદે ઘુમા કેન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ક્રિસ કેર્ન્સની સ્થિતિ અત્યંત નાજુક

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ક્રિસ કેર્ન્સની સ્થિતિ અત્યંત નાજુક

Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સની તબિયત અત્યંત નબળી હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેનબરામાં હાજર ક્રિસને હાલમાં જ હ્રદય સંબંધિત તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેમના કેટલાય ઓપરેશન કરવામાં આવ્યા હતા, જોકે સુધારો નહોતો જોવા મળ્યો. 51 વર્ષીય ક્રિસ એઓરટિક ડાઈસેક્શન નામની ગંભીર બીમારીની સામે પીડાઈ રહ્યા છે અને ઝઝૂમી રહ્યા છે. તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અહીંથી તાત્કાલિક સીડનીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.

ક્રિસ કેર્ન્સ 90ના દાયકામાં ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઊન્ડર ગણાતા હતા. ટીમને જ્યારે પણ જરૂર પડી ત્યારે કેર્ન્સ એકલે હાથે બેટ અથવા તો બોલ વડે ટીમને મેચ જીતાવવાની અભુતપૂર્વ ભૂમિકા ભજવી લેતાં હતાં. તેમના આંતરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની જો વાત કરવામાં આવે તો કેર્ન્સે 62 ટેસ્ટ, 215 વનડે અને 2 ટી ટ્વેન્ટી ઈન્ટરનેશન મેચ રમી છે.

કેર્ન્સ ટેસ્ટમાં 3320 રન બનાવ્યાં છે અને 218 વિકેટ પણ લીધી છે. વન-ડેમાં 4950 રન અને 201 વિકેટ લીધી છે. કેર્ન્સે 16 ફેબ્રુઆરી 2006નાં રોજ પોતાની અંતિમ આંતરાષ્ટ્રીય મેચ રમી હતી. કેર્ન્સે વર્ષ 2000માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની વિરૂદ્ધ 113 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી નોટઆઉટ 102 રનની ઈનિંગ રમી હતી. કેર્ન્સના આ વિસ્ફોટક પ્રદર્શનના કારણે જીતની દાવેદાર માનવામાં આવતી સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments