Team Chabuk-National Desk: મધ્યપ્રદેશમાં આખલાઓની નસબંધીનો આદેશ આપ્યાના એક જ દિવસમાં નિરસ્ત કરી દેવામાં આવ્યો છે. આ આદેશ પર એટલો હડકંપ મચી ગયો કે, રાજ્ય પશુપાલન વિભાગે તેને પરત લેવાની ફરજ પડી હતી. ભાજપની સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર આ આદેશનો વિરોધ કરવા માટે મેદાને પડી હતી. ઘટનાએ જોર પકડતા આખરે પ્રદેશની ભાજપ સરકારે તેને ટાળી દીધો હતો.

આ અંગે ભાજપની સાંસદ પ્રજ્ઞા ઠાકુરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખલાઓની નસબંધી કરવામાં આવી રહી હતી અને તેનો આદેશ મારી નજર તળે આવ્યો. મેં તુરંત જ તેના પર કાર્યવાહી કરી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પશુપાલન મંત્રી પ્રેમ સિંહ પટેલને આ અંગે અવગત કર્યા અને આજે એ આદેશ નિરસ્ત થઈ ચૂક્યો છે.

સાંસદે વધુમાં કહ્યું કે, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આખલાઓની નસબંધી કરવી એ આંતરિક ષડયંત્ર છે. અને તેમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. દેશી ગૌવંશને તો ક્યારેય કોઈ નાશ ન કરી શકે અને કરવું પણ ન જોઈએ.

સાંસદે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાને લઈ જણાવ્યું હતું કે, આવું કઈ રીતે થયું એ તપાસનો વિષય છે. હું આ વિષય અંતર્ગત મુખ્યમંત્રીને તપાસ માટે આગ્રહ કરીશ. અને આવું ક્યારથી, શા માટે અને કયા કારણોસર થઈ રહ્યું છે? દેશી ગૌવંશ છે, તેની સાથે આટલો અત્યાચાર કેમ? આવો આદેશ બીજી વખત ન થવો જોઈએ.

આ વચ્ચે રાજ્યના પશુપાલન વિભાગે બુધવારના રોજ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર આખલાઓની નસબંધીના અભિયાનને રોકવાનો આદેશ જનતાની સામે રાખ્યો હતો. પશુપાલન વિભાગના સંચાલક આર.કે.મેહિયાની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં તમામ ઉપસંચાલકોને કહેવામાં આવ્યું છે કે, ચાર ઓક્ટોબરથી શરુ થયેલા આખલાઓની નસબંધીના અભિયાનને તુરંત જ રોકી દેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત