Homeગામનાં ચોરેહવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ વેક્સિન લેશે

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ વેક્સિન લેશે

Team Chabuk-National Desk : જગતભરના વડાઓ જ્યારે વેક્સિન લઈ રહ્યા હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ  ક્યારે લેશે તેની ચર્ચાઓ થતી હતી. આ વચ્ચે હવે સમાચાર આવ્યા છે કે દેશના નેતાઓ બીજા તબક્કામાં વેક્સિન લેવાના છે. વેક્સિનેશનના બીજા ચરણમાં 50 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને વેક્સિન લગાવવામાં આવશે. વેક્સિનને લઈને મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ડરવાની જરૂર નથી. બીજા તબક્કામાં એ તમામને વેક્સિન આપવામાં આવશે જેઓ 50 વર્ષથી ઉપરની ઉંમરના હોય. જેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં 50થી વધારે ઉંમરના અને મોટી હસ્તીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

હાલ તો કોરોના વેક્સિનનો પ્રથમ ફેઝ ચાલી રહ્યો છે. જેમાં સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોના વોરિયરને વેક્સિન આપવામાં આવી રહી છે. આ અંતર્ગત સાત લાખથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપ્યા પછી બીજા તબક્કાની વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે.

આ બીજા તબક્કામાં જેનો સમાવેશ થાય છે તેમાં અર્ધસૈનિક દળ અને 50 વર્ષથી ઉપરના જવાનોનો સમાવેશ કરવામાં આવે છે. હજુ એ વાત સ્પષ્ટ રીતે સામે નથી આવી કે બીજા તબક્કાની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે.  જોકે બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી છે. આ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલ સાથે વીવીઆઈપી લોકો વેક્સિન લેશે. ઉલ્લેખનીય છે કે આ તમામ લોકોની ઉંમર 50 વર્ષની ઉપરની છે.

કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે કયા સેશનમાં કઈ વેક્સિન આપવામાં આવશે. એ સમગ્ર રીતે રાજ્ય સરકાર પર નિર્ભર છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો છે. જ્યાં આ ટાર્ગેટને ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સ્વાસ્થ્યકર્મીઓ જ વેક્સિન લગાવવાથી બચી રહ્યા છે. આવા સ્વાસ્થ્યકર્મીઓની હવે કાઉન્સલિંગ કરવામાં આવશે. ગઈકાલે તેલંગણામાં એક વ્યક્તિનું વેક્સિન લીધા પછી હાર્ટઅટેકથી મોત થયું હતું. જોકે ડોક્ટકોએ એ મોતને વેક્સિનની સાથે કંઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું. તો દિલ્હીમાં પણ આ રીતે જ એક વ્યક્તિ મોતને ભેટ્યો હતો.

વેક્સિનનને લઈ અગાઉથી જ સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન ત્રિવેદી જનતાને સૂચિત કરી રહ્યા છે કે વેક્સિન શરીરમાં જશે પછી સામાન્ય ફેરફાર થશે. એ દરેક વેક્સિન વખતે થાય જ છે. આ માટે ત્રીસ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન કરવા માટે બેસાડવામાં પણ આવશે.

ભારતમાં અત્યાર સુધીમાં બે કોરોના વેક્સિનને મંજૂરી મળી છે. કોવિશીલ્ડ અને કોવેક્સીન. આ સિવાય ચાર વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને થોડા દિવસો પહેલા નેસલ વેક્સિનની ટ્રાયલને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જો ભારતમાં કોરોના વાઈરસના અસરને જોવામાં આવે તો હવે કેસ ઓછા આવી રહ્યા છે. આઠ મહિના પછી મોતના આંકડા પણ ઓછા થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments