Team Chabuk-Sports Desk : આઈપીએલ 2021ની શરૂઆત થાય તે પહેલા તમામ ખેલાડીઓની રિલીઝ કર્યાની લિસ્ટ સામે રાખી દેવામાં આવી છે. તમામ ટીમે પોત પોતાની યોજનાઓ મુજબ ટીમના ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરી દીધા છે. જેથી હવે હરરાજીમાં પોત પોતાની ટીમ સારા પ્લેયરો ખરીદી શ્રેષ્ઠ બનાવવા માટે ખેંચતાણ કરશે.
આ વખતે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓની લિસ્ટ પર એક નજર કરવામાં આવે તો કેટલાક નામો ચોંકાવી દેનારા છે. રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયાના ખેલાડી અને બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. સ્ટીવ સ્મિથને બહારનો રસ્તો બતાવી ભારતીય ખેલાડી સંજૂ સેમસનને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે પણ મુજીબ ઉર રહેમાન જેવા સિનીયર ખેલાડીને રિલીઝ કરી દીધો છે તો સામે કિંગ્સ ઈલેવન પંજાબે પિયૂષ ચાવલાને રિટેન નથી કર્યો.
જોકે વાત થાય છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જેણે 2021ની સિઝનના પ્રારંભ પહેલા જ કુલ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. આઈપીએલમાં અત્યાર સુધી બેંગ્લોર રોયલ ચેલેન્જર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ એક પણ વખત ફાઈનલમાં નથી પહોંચી. ઉપરથી ઘણી વખત એવા સંજોગો પણ સર્જાયા છે કે ટીમ પોંઈન્ટ ટેબલ પર છેલ્લા પાયદાન પર રહી હોય. આ પાછળ કારણભૂત ટીમના ખેલાડીઓના પ્રદર્શનને જ માનવામાં આવી રહ્યું હોય તે સ્વાભાવિક છે. જેથી તેમણે એક સાથે 10 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જોકે એક ખેલાડીએ તમામ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે તો બીજા એક ખેલાડીએ પોતાને 2021ની આઈપીએલમાં હાજર નહિ રહે તેવું કારણ જણાવ્યું છે.
બેંગ્લોરે આ સિવાય ઘણા દિગ્ગજોને બહારનો રસ્તો બતાવ્યો છે. એમાંથી કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવો એ સાચો નિર્ણય હતો જો કે કેટલાક એવા ખેલાડીઓને બહારનો રસ્તો દર્શાવવામાં આવ્યો છે જે હકીકતે કોઈ અન્ય ટીમે પોતાની ટીમમાં સામેલ કરી દીધા તો બેંગ્લોર માટે લોઢાના ચણા ચાવવા જેવી મુસીબત સર્જાશે. આ ખેલાડીઓના નામ પરથી લાગી રહ્યું છે કે કદાચ તેમને 2021ની સિઝનમાં એક તક મળવી જોઈતી હતી.
ક્રિસ મોરિસ
ક્રિસ મોરિસ ઓલરાઉન્ડર છે. 2020ની આઈપીએલની હરરાજીમાં બેંગ્લોરે તેને ભારે ભરકમ રકમથી ખરીદ્યો હતો. એ પછી ટીમને તેની પાસેથી ઘણી આશાઓ હતી. ઈજા થઈ હોવાથી તે આઈપીએલથી દૂર રહ્યો પણ પરત ફરતા તેણે તમામ મેચ રમ્યા હતા અને અગિયાર વિકેટ પણ લીધી હતી.

જોકે મોરિસને આરસીબીએ રિલીઝ કરી દીધો છે. પણ લાગી રહ્યું છે કે તેને રિલીઝ કરવાની નહોતી જરૂર. તેની પાછળનું કારણ એ છે કે તે એક શ્રેષ્ઠ ઓલરાઊન્ડર છે. તે એકલે હાથે મેચ જીતાવી શકવાની ક્ષમતા ધરાવે છે. બેટીંગ બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણે ક્ષેત્રમાંથી એકમાં પણ તે ચમકી જાય તો ટીમ મેચ જીતી જાય. કોઈ પણ ટીમને એક પ્રમુખ ઓલરાઉન્ડરની જરૂર હોય જ છે. એવામાં ક્રિસ મોરિસને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવો એ આરસીબીને ભારે પડી શકે છે. ટીમ તેને હરરાજીમાં ફરી ખરીદી શકે છે જો કોઈ બીજી ટીમની નજર ન પડી જાય તો.
આરોન ફિંચ
આ લિસ્ટમાં જ બીજા મોટા ખેલાડીનું નામ આરોન ફિંચ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચને એક જ વર્ષમાં ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ગત્ત સિઝનમાં ફિંચે 12 મેચમાં 268 રન બનાવ્યા હતા. જોકે તેનું પ્રદર્શન એ પ્રકારનું નહોતું રહ્યું જે માટે તેને ક્રિકેટ વિશ્વમાં ઓળખવામાં આવે છે. ફિંચના ટી ટ્વેન્ટી અનુભવને જોતા તેને વહેલો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. તેમના ટી ટ્વેન્ટી અનુભવને જોતા એક વર્ષ માટે તેને વધારે તક આપવાની જરૂર હતી. હાલ તો આરસીબીએ થોડી ઉતાવળ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

શિવમ દુબે
શિવમ દુબે એક યુવા ઓલરાઉન્ડર છે. ગત્ત બે સિઝનમાં તે ટીમની સાથે રહ્યો હતો. તેનું પરફોર્મન્સ બે વર્ષમાં જોઈએ એટલું સારું નથી રહ્યું. જો કોઈ યુવા ખેલાડીમાં બે વર્ષ માટે ઈન્વેસ્ટ કરો છો તો તેને રિલીઝ ન કરવો જોઈએ, કારણ કે કોઈ પણ ખેલાડીને અનુભવ લેવામાં અને મેચ્યોર થવામાં વાર લાગે છે. આરસીબીની ટીમ શિવમ દૂબેને પણ એક વખત વધારે ઉપયોગમાં લઈ શકતી હતી.

જોકે ટીમનો આ પણ ઉતાવળભર્યો નિર્ણય લાગી રહ્યો છે. એટલે કે ક્રિસ મોરિસની સાથે સાથે શિવમ દુબે નામનો બીજો ઓલરાઉન્ડર પણ બેંગ્લોરે ગુમાવ્યો છે. નહીં ને હરરાજીમાં કોઈ બીજી ટીમે આ ખેલાડીઓને ખરીદી લીધા અને ઉમદા પ્રદર્શન કરે તો નવાઈ નહીં. કેમ કે ભૂતકાળમાં આવું અઢળક વખત બની ચૂક્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત