Homeદે ઘુમા કેIND vs AUS: ભારતની 22 રને હાર, સૂર્યા સતત ત્રીજી મેચમાં ઝીરો...

IND vs AUS: ભારતની 22 રને હાર, સૂર્યા સતત ત્રીજી મેચમાં ઝીરો રને આઉટ, ઝામ્પા મેચનો હીરો

Team Chabuk-Sports Desk: ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતને હાર મળી. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ 22 રને ભારતને હરાવ્યું. ટીમ ઈન્ડિયાને 270 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ભારતીય ટીમ 248 રન જ બનાવી શકી હતી. ભારતની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શુભમન ગિલ ઉતરી હતી. બન્નેએ શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે રોહિત શર્મા 17 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.

રોહિત બાદ ગિલ પણ એડમ ઝામ્પાની બોલિંગમાં LBW આઉટ થયો હતો. આ પછી કોહલી અને રાહુલે ઇનિંગને સંભાળી હતી, બન્ને વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારે જ એડમ ઝામ્પાએ રાહુલને 32 રન પર આઉટ કર્યો હતો.

બીજી તરફ વિરાટ કોહલીએ વન-ડેમાં 65મી ફિફ્ટી ફટકારી હતી. તેણે અને હાર્દિકે ઇનિંગને સંભાળી હતી. જોકે કોહલી 54 રને અગરની બોલિંગમાં આઉટ થયો હતો. એશ્ટન અગરે બીજા બોલે જ વિકેટ લીધી હતી. તેણે સૂર્યાને બોલ્ડ કર્યો હતો. સૂર્યા સતત ત્રીજી મેચમાં ઝીરો રને આઉટ થયો.

હાર્દિક અને જાડેજાએ 32 રન જોડ્યા હતા. જોકે એડમ ઝામ્પાએ ત્રીજી સફળતા મેળવતા હાર્દિક પંડ્યાને 40 રને આઉટ કર્યો હતો. જાડેજા પણ એડમ ઝામ્પાની બોલિંગમાં આઉટ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments