Team Chabuk-National Desk: ઉત્તરાખંડમાં ગુજરાતીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી છે. આ બસમાં કુલ 35 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે, જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે.
હાલ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ તમામ મુસાફરો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલો મુજબ બસ ગંગોત્રીથી પરત ફરી રહી હતી, ત્યારે એક પહાડ પર આ દુર્ઘટના સર્જાઈ છે.

અહેવાલ અનુસાર, ગંગોત્રીથી ઉત્તરકાશી બસ નં.UK 07 PA 8585 જઈ રહી હતી. આ દરમિયાન ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનામાં 7 લોકોના મોત થયા છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 19 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બપોરે 3.00 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?