Homeદે ઘુમા કેIND vs NZ:ટીમ ઈન્ડિયાની બીજી ટી20 માં 65 રનથી શાનદાર જીત, સૂર્યકુમારની...

IND vs NZ:ટીમ ઈન્ડિયાની બીજી ટી20 માં 65 રનથી શાનદાર જીત, સૂર્યકુમારની શાનદાર સદી

Team Chabuk-Sports Desk: ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે આક્રમક ઈનિંગ રમતા શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેમ્સ નીશમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમતા આક્રમક સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલનો સામનો કરીને અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા 13-13 રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments