Homeદે ઘુમા કેInd vs NZ : સૂર્યકુમાર યાદવે ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો

Ind vs NZ : સૂર્યકુમાર યાદવે ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો

Team Chabuk-Sports Desk: સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. ટીમ સાઉથીએ હેટ્રિક લીધી હતી.

સૂર્યકુમારે રોહિતના રેકોર્ડની કરી બરાબરી

સૂર્યકુમાર યાદવે સદી ફટકારતાં જ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ કેલેન્ડરમાં બે સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા 2018માં રોહિત શર્માએ આ પરાક્રમ કર્યુ હતું.

સાઉથીની હેટ્રિક

ટીમ સાઉથીએ 20મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર અનુક્રમે હાર્દિક પંડ્યા 13 રન, દીપક હુડ્ડા 0 રન અને વોશિંગ્ટન સુંદર 0 રને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.

ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ભારતને આપી બેટિંગ

બે ઓવલમાં બીજી ટી20માં કીવી ટીમના કેપ્ટન કેન વિલિમસને ટૉસ જીત્યો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. યજમાન ટીમે પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હો. મેદાન પર ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને કીવી કેપ્ટન કેન વિલિયમસન એકબીજાને હાથ મીલાવ્યા હતા.

ભારતીય ટીમઃ ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, દિપક હુડ્, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments