Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થયો છે. શ્રેયસ અય્યરની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીઠની ઈજાને કારણે અય્યર શ્રેણીમાંથી બહાર થયો છે. હવે તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જઈને તેની સારવાર કરાવશે.
તમને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 3 વન-ડે અને 3 T-20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકા સામેની વન-ડે અને T20 શ્રેણીમાં શાનદાર જીત મેળવી હતી.
શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. હવે તે વન-ડે સિરીઝમાં નહીં હોવાને કારણે સૂર્યકુમાર યાદવને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે એવી આશા છે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝની બે મેચમાં સૂર્યાનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
