Homeગામનાં ચોરેવડાપ્રધાનની મહત્વની જાહેરાતઃ સૈનિક સ્કૂલમાં દીકરીઓને મળશે પ્રવેશ, વાંચો PM મોદીનું સંબોધન

વડાપ્રધાનની મહત્વની જાહેરાતઃ સૈનિક સ્કૂલમાં દીકરીઓને મળશે પ્રવેશ, વાંચો PM મોદીનું સંબોધન

Team Chabuk-National Desk: દેશભરમાં સ્વતંત્રતા પર્વની 75મી વર્ષગાંઠની હર્ષભેર ઉજવણી થઈ રહી છે. દેશ આઝાદીના જશ્નમાં ડૂબ્યો છે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને દેશને સંબોધિત કર્યો હતો. આજે પ્રથમ વખત લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરવામાં આવી છે. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ અને દેશને સંબોધન કર્યું. ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓ પણ લાલ કિલ્લા પર ઉજવણીમાં સહભાગી બન્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય વાતો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મને ઘણી ભલામણ મળી છે કે દીકરીઓ પણ સૈનિક સ્કૂલમાં ભણવા ઈચ્છે છે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમે સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે યુવતીઓને એડમિશન આપવાનો નિર્ણય લીધો હતો. હવે દેશની બધી સૈનિક સ્કૂલમાં દીકરીઓનું એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલવામાં આવશે. 
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાષા વિઘ્ન નહીં બને. રમતને તેનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે. તે પાઠ્યેતર નથી. હવે રમત માટે જાગરૂકતા આવી છે. માતા-પિતાનું વલણ બદલાયું છે. ઓલિમ્પિક પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. બોર્ડનું પરિણામ સારું હોય કે ઓલિમ્પિકનું મેદાન, દેશની દીકરીઓ સારું પ્રદર્શન કરી રહી છે. દરેક કાર્યક્ષેત્રમાં સમાન સહભાગીતાનો પ્રયાસ કરવાનો છે. 
  • દેશમાં વર્ષો જૂના કાયદાને ખતમ કરવામાં આવ્યા. કોરોના કાળમાં પણ 15 હજારથી વધુ અનુપાલનોને ખતમ કરવામાં આવ્યા. 200 વર્ષથી એક કાયદો ચાલ્યો આવતો હતો, તેના કારણે દેશના નાગરિકોને નકશો બનાવવાની સ્વતંત્રતા નહતી. તે માટે સરકારની મંજૂરી લેવાની જરૂર હતી. આવા બિનજરૂરી કાયદાને અમે સમાપ્ત કરી દીધા.
  • ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટક પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. 
  • દેશના જે જિલ્લા માટે માનવામાં આવ્યું કે તે પાછળ રહી ગયા, અમે તેમની આકાંક્ષાઓને પણ જગાવી છે. દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, રોડ, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમાંથી અનેક જિલ્લા આદિવાસી વિસ્તાર છે. આજે આપણે આપણા ગામમાં ઝડપથી પરિવર્તન જોઈ રહ્યાં છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામ સુધી રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં પહોંચાડવામાં સફળતા મળી છે. આ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામમાં પણ ડિજિટલ  Entrepreneur તૈયાર થઈ રહ્યાં છે. 
  • દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેભારત ટ્રેન દેશના દરેક ખુણાને જોડશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના અંતરિયાળ વિસ્તારને જોડી રહી છે, તે પણ અભૂતપૂર્વ છે. 
  • જે પણ બનાવો બેસ્ટ બનાવો, જે વૈશ્વિક સ્તર પર ટકી શકે. દરેક પ્રોડક્ટની સાથે માત્ર કંપનીનું નામ નથી જતું. તેની સાથે દેશની ઇમેજ જોડાયેલી હોય છે. દરેક પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર છે. 
  • પીએમ મોદીએ કહ્યુ કે, દેશના લોકોને આગામી પેઢીના પાયાના માળખા, વિશ્વસ્તરીય નિર્માણ, આધ્યુનિક નવાચાર, નવા જમાનાની તકનીક માટે કામ કરવું પડશે. 
  • નાના કિસાનો પર અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. કૃષિ સેક્ટરના પડકાર પર ધ્યાન આપવું પડશે. કિસાનોની જમીન સતત ઘટી રહી છે. 80 ટકા કિસાનોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. મોદીએ 80 ટકા કિસાનોના ઉત્થાનનો નારો આપતા કહ્યુ- છોટા કિસાન બને દેશની શાન. 
  • બધાના સામર્થ્યને યોગ્ય તક આપવી, આ લોકતંત્રની અસલી ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચુકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદ્દાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જોઈ રહ્યું છે તો બીજીતરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે. 
  • આપણું પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલયનું ક્ષેત્હ હોય, આપણી કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી અંચલ હોય, આ ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલોની પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ છે. ખુબ જલદી નોર્થ ઈસ્ટના બધા રાજ્યોની રાજધાનીઓને રેલસેવાથી જોડવાનું કામ પૂરું થવાનું છે. 
  • વડાપ્રધાને કહ્યું કે, ગરીબોને પોષણયુક્ત ચોખા આપવામાં આવશે. રાશનની દુકાન કે ગમે ત્યાં 2024 સુધી દરેક યોજનામાં મળનાર ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઈ) હશે. 
  • પહેલા સરકારે 100 ટકા ઘરોમાં શૈચાલયોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. આગામી લક્ષ્યોને થોડા વર્ષોમાં પૂરા કરવાના છે. હવે દરેક ઘરમાં જળ મિશન માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડથી વધુ પરિવારને નળથી પાણી મળવાનું શરૂ થઈ ચુક્યું છે. 
  • અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, તે ગૌરવ કાળની તરફ લઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે, અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલી લાંબી રાહ જોવાની નથી. અત્યારથી લાગી જવાનું છે. આ સમય છે. યોગ્ય સમય છે. આપણે ખુદને બદલવા પડશે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબ જરૂરી છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર હાજર ઓલિમ્પિક ખેલાડીઓ માટે તાળીઓ વગાડી સન્માન કર્યુ. તેમણે કહ્યુ કે, આ ખેલાડીઓએ ન માત્ર દિલ જીત્યા છે, પરંતુ યુવાઓને પ્રેરિત પણ કર્યા છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે કોરોના વૈશ્વિક મહામારીમાં આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિક, સેવામાં લાગેલા નાગરિક હોય આ બધા વંદનના અધિકારી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. 
  • બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક સંબંધોના રૂપમાં બદલી ગયું હતું. કોરોના કાળ બાદ પણ આ થયું. કોરોના કાળના ભારતના પ્રયાસોની દુનિયાએ પ્રશંસા કરી. દુનિયા ભારતને નવી દ્રષ્ટિથી જોઈ રહી. ભારત આતંકવાદ, વિસ્તારવાદ બંને પડકાર સામે લડ્યું. હિંમતની સાથે જવાબ પણ આપી રહ્યું છે. સેનાના હાથ મજબૂત કરવામાં કોઈ કસર છોડીશું નહીં. 
  • આર્ટિકલ 370 હટાવવો, જીએસટી લાવવું, સૈનિકો માટે વન પેન્શનલ, અયોધ્યાનું શાંતિપૂર્ણ સમાધાન છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યું. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિ જણાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી દુશ્મનોને ભારતે સંદેશ આપ્યો છે. તે જણાવે છે કે ભારત બદલાય રહ્યું છે. ભારત મુશ્કેલથી મુશ્કેલ નિર્ણય લઈ શકે છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી. મોદી બોલ્યા આ ઉર્જાના ક્ષેત્રમાં ભારતની નવી પ્રગતિ હશે. ભારત તેનાથી આત્મનિર્ભર બનશે. તેનાથી ગ્રીન જોબ માટે અવસર ખુલશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments