Team Chabuk-Sports Desk: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતીય ટીમે ગ્રુપમાં અત્યાર સુધી પોતાની 4 મેચમાંથી ત્રણમાં જીત મેળવી હતી અને આજની સાથે ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશનો હરાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે હાર જ મળી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મેલબોર્ન ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 187 રનનો ટાર્ગેટ ઝિમ્બાબ્વેની ટીમની આપ્યો હતો. જેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે વિજય મેળવ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તેની ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે.
સેમી ફાઈનલમાં પહોંચ્યું ભારત
ટી20 વર્લ્ડ કપની સુપર 12 મેચોમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે ભારતીય ટીમ સેમી ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલ ભારત નંબર 1 પર છે જ્યારે પાકિસ્તાન નંબર 2 પર છે. હવે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે.
આજની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત