Homeદે ઘુમા કેIND vs ZIM: સૂર્યકુમાર યાદવે 35 રન ફટકારતા જ ઈતિહાસ રચી...

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે 35 રન ફટકારતા જ ઈતિહાસ રચી દિધો, ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન 35 રન ફટકારતા જ ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા, અન્ય કોઈ બેટ્સમેને એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે આ પરાક્રમ કર્યું ન હતું. આ સાથે, સાથે સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે.

વિશ્વ ક્રિકેટના રેકોર્ડની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ વર્ષ 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રિઝવાને બનાવ્યો હતો. એટલું જ નહીં, સૂર્યકુમાર વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.

સૂર્યકુમારે 2022માં ટી20માં સૌથી વધુ રન બનાવ્યા

વર્ષ 2022માં અત્યાર સુધીમાં, સૂર્યકુમાર યાદવે 28 મેચની 28 ઇનિંગ્સમાં 44.34ની એવરેજ અને 185.79ની સ્ટ્રાઇક રેટ સાથે 1020 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારની બાબતમાં તે નંબર 1 પર છે. તેણે 28 ઇનિંગ્સમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 23 મેચમાં 924 રન બનાવનાર મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments