Team Chabuk-National Desk : ભારત માટે આજે મહત્વનો દિવસ છે. છેલ્લા એક વર્ષથી ચાલતી કોરોના સામેની જંગનો અંત આણવા માટે ભારત આજથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ રહ્યો હતો. વેક્સિનેશનની પ્રક્રિયાનો આરંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેશનના પ્રારંભ માટે આપેલા વક્તવ્યના કેટલાક મુખ્ય અંશો જોઈએ.
#WATCH | PM Narendra Modi gets emotional while talking about the hardships faced by healthcare and frontline workers during the pandemic. pic.twitter.com/B0YQsqtSgW
— ANI (@ANI) January 16, 2021
सर्वे भवन्तु सुखिन:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતે सर्वे भवन्तु सुखिन: ના નારા સાથે વેક્સિન અભિયાનની શરૂઆત કરી હતી. આજે દેશભરમાં 3000 કેન્દ્રો પર 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન દેવામાં આવશે. આજના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વેક્સિન લગાવ્યા બાદ પણ આપણે સાવધાની રાખવી પડશે.
I request you not to make the mistake of taking off the mask and not maintaining social distancing after getting the first dose because immunity develops after the second dose: PM Narendra Modi pic.twitter.com/Rc6COMPC3u
— ANI (@ANI) January 16, 2021
રામાધિર સિંહ દિનકરની કવિતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સિનેશનના કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું હતું કે, આજના દિવસની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વેક્સિન બનાવનારી ટીમે ખૂબ જ મહેનત કરી છે. એમણે તહેવારની પણ ચિંતા ન કરી અને ઘરની પણ ચિંતા ન કરી. આવા જ એક દિવસ માટે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું હતું કે, માનવ જબ જોર લગાતા હૈ તો પત્થર પાની બન જાતા હૈ. એ સમગ્ર પંક્તિ કંઈક આવી છે.
है कौन विघ्न ऐसा जग में,
टिक सके वीर नर के मग में
खम ठोंक ठेलता है जब नर,
पर्वत के जाते पाँव उखड़।
मानव जब जोर लगाता है,
पत्थर पानी बन जाता है।
2 વખત ફરજિયાત લેવી
પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિક અને વેક્સિનના સંશોધનકર્તા સાથે જોડાયેલા લોકોની વિશેષ પ્રશંસા કરી હતી. જેઓ વિતેલા કેટલાય દિવસથી વેક્સિન બનાવવાના કાર્યમાં લાગ્યા હતા. તેમણે કહ્યું કે, હું યાદ અપાવવા માગુ છું કે કોરોના વેક્સિનના બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે. તેમણે લોકોને વિનંતી કરી કે તમે બે ડોઝ અવશ્ય લો. એક ડોઝ લગાવ્યા બાદ ભૂલી ન જતા. એક ડોઝ અને બીજા ડોઝની વચ્ચે લગભગ બે અઠવાડિયાનું અંતર રહેશે. તેમણે જણાવ્યું કે, એક ડોઝ લગાવ્યા પછી બીજો ડોઝ લગાવશો ત્યારે જ તમારા શરીરની અંદર કોરોના વિરુદ્ધ લડવાની જરૂરી શક્તિ વિકસિત થશે. જેવું ધૈર્ય તમે કોરોનાકાળમાં દર્શાવ્યું હતું એવું જ ધૈર્ય વેક્સિનેશનના સમયે પણ દેખાડવું પડશે. એમણે એ વાત પર વજન મૂક્યો હતો કે વેક્સિનેશન બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.
Bihar: Indira Gandhi Institute of Medical Sciences (IGIMS) in Patna has been decorated with flowers and balloons ahead of the launch of the Covid-19 vaccination drive. pic.twitter.com/ldUlzsF7Bm
— ANI (@ANI) January 16, 2021
ઈતિહાસમાં પ્રથમ વખત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે, ઈતિહાસમાં આ પ્રકારનું ટીકાકરણ અભિયાન અત્યાર સુધી ચલાવવામાં નથી આવ્યું. દુનિયાના 100 કરતા વધારે દેશો છે. જેમની જનસંખ્યા 3 કરોડથી ઓછી છે અને ભારત વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં જ ત્રણ કરોડ લોકોનું ટીકાકરણ કરવા જઈ રહ્યું છે. બીજા તબક્કામાં ત્રીસ કરોડ સુધી લઈ જવાનું છે. જે વડીલ છે. જે ગંભીર રીતે બીમાર છે એમને આ ચરણમાં વેક્સિન લાગશે. તમે કલ્પના કરી શકો છો કે ત્રીસ કરોડની વસતિ ધરાવતા માત્ર ત્રણ જ દેશ છે. ભારત, ચીન અને અમેરિકા.
Start of vaccination does not mean people should stop following the Covid protocols of wearing masks and maintaining social distancing. We must take another vow – Dawai bhi, Kadaai bhi: PM Modi during the launch of nationwide Covid-19 vaccination drive pic.twitter.com/eyphneVTpu
— ANI (@ANI) January 16, 2021
પીએમ મોદી ભાવુક થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરતા સમયે ભાવુક થઈ ગયા હતા. પીએંમ મોદીએ કહ્યું કે, કોરોનાકાળમાં આપણા કેટલાય સાથીઓ એવા રહ્યા જે બીમાર થઈને હોસ્પિટલ ગયા તો પાછા ફર્યા જ નહીં. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના એ જ સમયે, નિરાશાના એ જ વાતાવરણમાં, કોઈ આશાનું પણ સંચાર કરી રહ્યું હતું. આપણને બચાવવા માટે ખૂદના પ્રાણોને સંકટમાં નાખી રહ્યું હતું. એ લોકો આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, ડ્રાઈવર, આશા વર્કર, સફાઈ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રન્ટલાઈન વોરિયર. આપણા કેટલાય મિત્રો કોરોનાગ્રસ્ત થઈ હોસ્પિટલે ગયા તો પરત ફર્યા જ નહીં. એ તમામ સાથીઓને પણ સાદરઅંજલી અર્પણ કરું છું.
#WATCH | Health workers clap and cheer as COVID-19 vaccine reaches the vaccination centre at Cooper hospital in Mumbai, Maharashtra. pic.twitter.com/QOp2X15Cs8
— ANI (@ANI) January 16, 2021
એ આપણાથી દૂર ચાલ્યા ગયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બીમારીએ લોકોને તેમના ઘરથી દૂર રાખ્યા. માતાઓ બાળકો માટે રડી રહી હતી. પણ તે પોતાના બાળકો પાસે ન જઈ શકી. લોકો હોસ્પિટલમાં ભરતી થયેલા પોતાના વડીલોને મળી નહોતા શકતા. ઘણા આપણા સાથીઓ જે બીમારીની ઝપેટમાં આવ્યા પછી આપણાથી દૂર ચાલ્યા ગયા. એ લોકોના આપણે અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યા. ને અંતે માનવજાત માટે રામાધિર સિંહ દિનકરની એ સંપૂર્ણ કવિતા.
सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
शूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।
मुख से न कभी उफ कहते हैं,
संकट का चरण न गहते हैं,
जो आ पड़ता सब सहते हैं,
उद्योग-निरत नित रहते हैं,
शूलों का मूल नसाने को,
बढ़ खुद विपत्ति पर छाने को।
है कौन विघ्न ऐसा जग में,
टिक सके वीर नर के मग में
खम ठोंक ठेलता है जब नर,
पर्वत के जाते पाँव उखड़।
मानव जब जोर लगाता है,
पत्थर पानी बन जाता है।
गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।
पीसा जाता जब इक्षु-दण्ड,
झरती रस की धारा अखण्ड,
मेंहदी जब सहती है प्रहार,
बनती ललनाओं का सिंगार।
जब फूल पिरोये जाते हैं,
हम उनको गले लगाते हैं।
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म प्रणेता कौन हुआ?
जिसने न कभी आराम किया,
विघ्नों में रहकर नाम किया।
जब विघ्न सामने आते हैं,
सोते से हमें जगाते हैं,
मन को मरोड़ते हैं पल-पल,
तन को झँझोरते हैं पल-पल।
सत्पथ की ओर लगाकर ही,
जाते हैं हमें जगाकर ही।
वाटिका और वन एक नहीं,
आराम और रण एक नहीं।
वर्षा, अंधड़, आतप अखंड,
पौरुष के हैं साधन प्रचण्ड।
वन में प्रसून तो खिलते हैं,
बागों में शाल न मिलते हैं।
कङ्करियाँ जिनकी सेज सुघर,
छाया देता केवल अम्बर,
विपदाएँ दूध पिलाती हैं,
लोरी आँधियाँ सुनाती हैं।
जो लाक्षा-गृह में जलते हैं,
वे ही शूरमा निकलते हैं।
बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?
रामधारी सिंह दिनकर
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત