Team Chbauk-Tech Desk : WhatsApp ટર્મ એન્ડ કન્ડીશન્સ મુદ્દે લોકોમાં વધી રહેલી નારાજગીનો નિવેડો લાવવા WhatsAppએ મહત્વનો નિર્ણય લીધો છે. WhatsAppએ જાહેરાત કરી છે કે તેમણે પ્રાઈવસી અપડેટ કરવાની યોજના ત્રણ મહિના માટે મોકૂફ રાખી છે. કંપનીનું કહેવું છે કે, પ્રાઈવસી પોલિસી મુદ્દે યુઝર્સમાં ભ્રમ છે. એટલે આ ત્રણ મહિનાના સમયમાં યુઝર્સને પોલિસી મુદ્દે જાણવાનો તેમજ તેની સમીક્ષા કરવાનો વધુ સમય મળશે.
WhatsApp કહ્યું કે, લોકોમાં ફેલાયેલી ખોટી જાણકારીથી વધી રહેલી ચિંતાના કારણે પ્રાઈવસી અપડેટને મોકુફ રાખવાનો હાલ પૂરતો નિર્ણય લીધો છે. WhatsAppએ એ પણ કહ્યું કે, પ્રાઈવસી પોલિસી આધારે ક્યારેય એકાઉન્ટને હટાવવાની યોજના નથી બનાવાઈ ન તો આવી યોજના બનાવાશે.
— Arun Bothra (@arunbothra) January 11, 2021
કંપનીએ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહ્યું છે કે, 8 ફેબ્રુઆરીએ કોઈ પણ વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ નહીં કરવામાં આવે. વોટ્સએપ પર પ્રાઈવસી અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે આ મુદ્દે જાણકારી આપવા માટે અમે ઘણું બધું કરવા જઈ રહ્યા છીએ. 15 મે પહેલાં નવો અપડેટ વિકલ્પ મળ્યા પૂર્વે અમે અમારી નવી પોલિસી મુદ્દે લોકોનો ભ્રમ દૂર કરી દઈશું.
Use traffic #Signal It’s safer.
— Nagpur City Police (@NagpurPolice) January 9, 2021
આ પહેલાં કહેવાયું હતું કે, વોટ્સએપ 8 ફેબ્રુઆરી 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસને અપડેટ કરી રહી છે. વોટ્સએપ યુઝર્સ તેમાં એગ્રી નથી થતાં તો તેઓ WhatsAppનો ઉપયોગ નહીં કરી શકે. આ જ કારણે લાખો યુઝર્સ સિગ્નલ અને ટેલિગ્રામ એપ પર જતા રહ્યા છે. બીજી તરફ એહવાલ એવા મળી રહ્યા છે કે, વોટ્સએપ 2016થી જ જાણે-અજાણે ફેસબુક સાથે માહિતી શેર કરી રહી છે.
People migrating from @WhatsApp to @signalapp like #SignalApp #Signal pic.twitter.com/Ts01FSuWG8
— TamilComedyGIFs (@tamilcomedygifs) January 9, 2021
દાવો છે કે, ફેસબુકને વોટ્સએપ યુઝર્સના નંબર, તેના ઈન્ટરનેટ અંગેની માહિતી, લોકેશન અંગેની માહિતી મળે છે. આ વિગતોના ઉપયોગથી વોટ્સએપને સારી રીતે ચલાવવા તેમજ જાહેરખબરમાં જાય છે. ખાનગી ડેટાના ઉપયોગને લઈને ફેસબુકનો ઈતિહાસ વિવાદીત અને બેદરકારીથી ભરપૂર રહ્યો છે. ફેસબુક અને તેના પાર્ટનર્સ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે પણ આજ સુધી સ્પષ્ટ જાણી શકાયું નથી. જેથી હવે લોકો કહી રહ્યા છે કે, વોટ્સએપના કેટલાક સકારાત્મક પાસા છે. જો કે, આ એપ ફેસબુક સાથે જોડાયેલી હોવાથી ભરોસો ન કરી શકાય. કેટલીક વાર ફેસબુક ખોટી માહિતી આપે છે. જો તે અંગે વિવાદ થાય તો કોઈ બહાનું આપીને છટકબારી શોધી લે છે.
The train from #WhatsApp to #Signal pic.twitter.com/2bJnszGAEh
— Dangote Mood🤑 (@owurieku10) January 9, 2021
જો કે, હવે વોટ્સએપ પોતાની પોલિસીમાં શું ફેરફાર કરે છે અને યુઝર્સનો વિશ્વાસ પરત મેળવે છે કે કેમ તે આગામી સમયમાં નક્કી થશે. કેમ કે હાલ તો લોકોની માનસિકતા બદલાઈ રહી છે અને વોટ્સએપ સાથે સંબંધ તોડી રહ્યા છે. પોતાના યુઝર્સને કેવી રીતે જાળવી રાખવા તેના પર હાલ વોટ્સએપ કામ કરી રહ્યું છે.
Me who don’t have anyone to message, Watching people talking about switching to #SignalApp pic.twitter.com/hrAcAxMFLQ
— Isolated Netizen (@IsolatedNetizen) January 8, 2021
#SignalApp
— بشر IMAM (@sarcasticEngi) January 8, 2021
Before After
Downloading Downloading pic.twitter.com/BHLAdYmdPP
People sharing #SignalApp links on whatsapp😂
— Shalu Tanwar (@tanwarshalu18) January 10, 2021
Mark Zuckerberg: pic.twitter.com/c3vNSNZQjl
વોટ્સએપ યુઝર્સ પણ વોટ્સએપની નવી પોલિસીને લઈ ચિંતાતુર હતા ત્યાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વીટર પર ફક્ત સિગ્નલ શબ્દ લખી વોટ્સએપની કમર ભાંગી નાખવાનું કામ કર્યું હતું. જોતજોતામાં વોટ્સએપ યુઝર્સ સિગ્નલ ડાઉનલોડ કરવા મંડી પડ્યા હતા જેના કારણે સિગ્નલના શેરમાં પણ ઉછાળો આવ્યો હતો અને તેમનું સર્વર કલાકો સુધી સ્થિર થઈ ગયું હતું. મીડિયા પણ વારંવાર આ ટ્વીટ પર સમાચાર બનાવી વાઈરલ કરી રહી હતી. જેમાંથી એ વાત પણ સામે આવી હતી કે સિગ્નલમાં વોટ્સએપના પ્રથમ માલિકના રૂપિયા પણ રોકાયેલા છે. યુઝર્સને તાત્કાલિક વિશ્વાસમાં આવી ગયા અને સિગ્નલ ડાઉનલોડ કરવા મચી પડ્યા. અને હવે વોટસએપ ફરી હતું એ પાટે ચડી ગયું છે. જેથી હાલ પૂરતો તો યુઝર્સની સમસ્યાનો નિકાલ આવી ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત