Homeગામનાં ચોરેઈન્સ્ટાગ્રામ પર ઝઘડો, જાહેરમાં બે મિત્રોની હત્યાઃ સગીરાએ પડકાર ફેંક્યો શેરીમાં આવી...

ઈન્સ્ટાગ્રામ પર ઝઘડો, જાહેરમાં બે મિત્રોની હત્યાઃ સગીરાએ પડકાર ફેંક્યો શેરીમાં આવી જાઓ અને પછી…

Team Chabuk-National Desk: દિલ્હીમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર આપત્તિજનક કોમેન્ટ કરવા બદલ સગીરાએ બે મિત્રોની હત્યા કરાવી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી સગીરાએ બંને મિત્રોને ફોન કરીને પડકાર ફેંક્યો હતો કે તમારામાં હિંમત હોય તો શેરીમાં આવી જુઓ. આ બાદ બંને મિત્રો જ્યારે સગીરાની શેરીમાં પહોંચ્યા તો સગીરાના ભાઈ અને બે મિત્રોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. જેમાં બંને મિત્રોનું મોત થયું છે. આ કેસમાં તમામ આરોપીઓ સગીર છે.

મરનારા યુવકોની ઓળખ ગાઝિયાબાદના નિખિલ (28) અને દિલ્હીના સાહિલ પાંડે (18) તરીકે થઈ છે. DCP દેવેશ મહલાએ જણાવ્યું કે યુવતી તેના ભાઈ અને અન્ય બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ નિખિલ દિલ્હીના આઝાદપુર મંડીમાં લોડિંગ ઓટો ચલાવતો હતો. જ્યારે સાહિલ પણ આ માર્કેટમાં કામ કરતો હતો. સાહિલના ઘરથી માત્ર 500 મીટર દૂર એક 16 વર્ષની સગીરા રહે છે. સગીરા રિલ્સ બનાવવાની શોખીન છે. બે મહિના પહેલાં સગીરાએ રિલ્સ બનાવી હતી. આ દરમિયાન સાહિલ અને નિખિલે રીલ પર વાંધાજનક કમેન્ટ કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, સાહિલ અને આ સગીરા એક સમયે સારા મિત્રો હતા. બાદમાં કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને મિત્રતા તૂટી ગઈ. જો કે, ત્યારબાદ બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની હરિફાઈ શરૂ થઈ.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થોડા દિવસ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર વિવાદના કારણે બે હત્યા થઈ હતી. અહીં આરોપીની પત્ની અને સગીર પુત્રી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતા હતા. જે આરોપીને ગમતું ન હતું. આ જ કારણે વારંવાર ઝઘડા થતાં પરંતુ પત્ની અને પુત્રીએ રીલ બનાવવાનું ચાલું રાખ્યું હતું. આ દરમિયાન આરોપીએ બંનેના ચારિત્ર્ય પર શંકા રાખી બંને પર પાવડાના પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments