Team Chabuk-National Desk: ભારત માટે આજે ખાસ દિવસ છે. આજે આખા વિશ્વની ભારત પર નજર છે. ભારતીય વૈજ્ઞાનિકો આજે સાબિત કરી દેશે કે અમે શ્રેષ્ઠ છીએ. મિશન ચંદ્રની સફળતાથી હવે આપણે માત્ર એક કદમ દૂર છે. વિક્રમ સોફ્ટ લેન્ડિંગ કરશે અને ત્યારબાદ પ્રજ્ઞાન તેનું કામ કરશે. વૈજ્ઞાનિકોને આશા છે કે કોઈ વિધ્ન નહીં નડે. અત્યાર સુધી તમામ તબક્કા આપણે સફળતાપૂર્વક અને કોઈ અડચણ વગર પસાર કરી લીધા છે હવે છેલ્લો અને મહત્વનો તબક્કો સોફ્ટ લેન્ડિંગનો છે. ચંદ્રયાનની સફળતા માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.
ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાના એક દિવસ પહેલા ISROએ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે.
ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર લેન્ડિંગને લઇને લોકોની ઉત્સુકતા વધી રહી છે. ભારતને 23 ઓગસ્ટે ઐતિહાસિક સફળતા મળશે જ્યારે ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરશે.
ભારતીય અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડમાં ઉત્સાહ છે. નેટવર્ક (ISTRAC) માં મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) મંગળવારે બપોરે ચંદ્ર પર ભારતના ત્રીજા મિશનની નવીનતમ માહિતી આપતા ISROએ કહ્યું કે મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. તમામ સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.

ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.
ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે.આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ આજે સાડા પાંચ વાગ્યા આસપાસ શરૂ કરી દેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
