Team Chabuk-Entertainment Desk: બાર કલાકાર, એક રૂમ, એક મોટું ટેબલ અને બાર ખુરશી અને થોડો સામાન. શું માત્ર આટલા કલાકારો અને એક રૂમમાં શૂટ થયેલી 2 કલાકથી વધુ સમય સુધીની ફિલ્મ લોકોને છેલ્લે સુધી ઝકડી રાખી શકે ? વાત વિચારવા પર મજબૂર કરી શકે પરંતુ બાસુ ચેટર્જીની 1986માં બેનેલી ફિલ્મ ‘એક રુકા હુઆ ફેંસલા’ તમને છેક સુધી ઝકડી રાખશે.
ફિલ્મની કહાની કંઈક એવી છે કે, એક યુવાને તીક્ષ્ણ હથિયાર વડે પોતાના પિતાની જ હત્યા કરી દીધી હોય છે તેવો તેના પર આરોપ છે. કોર્ટમાં કેસ ચાલે છે જેમાં તમામ પૂરાવા યુવકની વિરુદ્ધ હોય છે. પૂરાવા રૂપે દાવો કરવામાં આવે છે કે, એક વૃદ્ધે જે અશક્ત છે તેને એ જ સમયે ભાગતો જોયો હતો. છરી હોય છે જે તેણે હત્યાના થોડા કલાક પહેલાં જ ખરીદી હોય છે. પિતા-પુત્ર વચ્ચે સુમેળ ન હતો, યુવક ઝુપડપટ્ટીમાં રહેતો હતો અને મોટા ભાગે પોતાના મિત્રો સાથે રખડપટ્ટી કરતો હતો. જે વાત તેની વિરુદ્ધ હતી.
જો કે, અદાલતે તમામ દલીલો સાંભળ્યા બાદ એક મોટો નિર્ણય લીધો. આ કેસ મુદ્દે 12 લોકોની એક કમિટી બનાવી અને તેમને જ નિર્ણય કરવાનો કીધો કે યુવક નિર્દોશ છે કે દોષિત. બારેય લોકો અલગ અલગ ક્ષેત્રે કામ કરતા હતા અને રોજ આ કેસની સુનાવણીમાં હાજર રહેતા હતા. બારેય લોકો સામાન્ય નાગરિકો જ છે. જો કે, કોર્ટની એક માત્ર શરત હતી કે જે પણ નિર્ણય હોય તેમાં બારેય લોકો સહમત હોવા જોઈએ.
બારેય લોકોને ચર્ચા કરવા માટે એક રૂમ આપવામાં આવે છે જેમાં ચા-પાણી, બેસવાની અને વોશરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોય છે. ફિલ્મની શરૂઆતમાં બારેય લોકોનો મત લેવામાં આવે છે જેમાં 12 પૈકી 1 વ્યક્તિ યુવકના પક્ષમાં હોય છે. એટલે કે બારમાંથી 1 વ્યક્તિ માને છે કે યુવક દોષિત નથી. બાકીના તમામ 11 લોકો કહે છે યુવક દોષિત છે અને તેને ફાંસીની સજા થવી જોઈએ. આ જ વાત પર ચર્ચા અને દલીલોનો દોર શરૂ થાય છે અને ફિલ્મ આગળ વધે છે.
ફિલ્મના ડાયલોગ્સ દર્શકને પહેલેથી છેલ્લે સુધી ઝકડી રાખશે. બારેય લોકોની દલીલો ધારદાર હોય છે. રસપ્રદ વાત એ પણ છે કે, ફિલ્મમાં હત્યા થતી ક્યાંય દર્શાવાઈ નથી પરંતુ એક બાદ એક જે દલીલો કરવામાં આવે છે તે દલીલો એટલી મજબૂત હોય છે કે, હત્યાની ઘટનાના તમામ ચિત્રો આપણી આંખો સમક્ષ ખડા થઈ જાય છે. ફિલ્મમાં આરોપી નિર્દોષ જાહેર થાય છે કે દોષિત તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. તેમા પણ જો તમે કાયદાના વિદ્યાર્થી છો અને આ ફિલ્મ નથી જોય તો તમારે આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઈએ.
મૂળ અંગ્રેજી નાટક પર સિડની લુમેટે 1957માં ‘12 એંગ્રી મેન’ નામથી એક અંગ્રેજી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મને બાસુ ચેટર્જીએ હિન્દીમાં બનાવી હતી.
ફિલ્મમાં કે.કે.રૈના, એમ.કે.રૈના, પંકજ કપૂર અને અન્નુ કપૂરે શાનદાર અભિનય કર્યો છે. અન્નુ કપૂર અને પંકજ કપૂર યુવા હોવા છતા વૃદ્ધના રોલમાં જોવા મળ્યા.

ફિલ્મના અભિનેતા ( જ્યુરી ક્રમ પ્રમાણે )
- દીપક કાઝીર કેજરીવાલ
- અમિતાભ શ્રીવાસ્તવ
- પંકજ કપૂર
- એસ.એમ.ઝહીર
- સુભાષ ઉદગટે
- હેમંત મિશ્રા
- એમ.કે. રૈના
- કે.કે.રૈના
- અન્નુ કપૂર
- સુબ્બીરાજ
- શૈલેન્દ્ર ગોયલ
- અઝીઝ કુરેશી
સી. ડી. સિંધુ ગેટકીપર તરીકે
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત