Team Chabuk-National Desk: હરિયાણાના મહેન્દ્ર ગઢમાં એક બીએસસીના વિદ્યાર્થીની બર્બરતાપૂર્વક લાકડીઓ અને દંડા ફટકારી કરપીણ હત્યા નીપજાવી નાખવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. વાઈરલ વીડિયોમાં જેના પર હુમલો થયો તે વિદ્યાર્થીને પાણી પીવડાવવામાં આવે છે અને પછી ફરી મારવામાં આવે છે.

આ ઘટના 9 ઓક્ટોબરના રોજ ઘટી હતી. જોકે વીડિયો હવે વાઈરલ થયો છે. આ ઘટનામાં મહેન્દ્રગઢ પોલીસે 6 લોકો પર હત્યાનો ગુનો દાખલ કર્યો છે. એક આરોપી વિક્કી ઉર્ફ ફુકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને બે દિવસની રિમાન્ડ પર મોકલ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગૌરવની મોતનું કારણ તેની બેરહેમીપૂર્વક કરવામાં આવેલી પીટાઈ હોવાનું જ સામે આવ્યું છે.

મહેન્દ્રગઢ જિલ્લાના બવાના ગામનો રહેવાસી 18 વર્ષીય વિદ્યાર્થી ગૌરવ યાદવ 9 ઓક્ટોબરની બપોરે મહેન્દ્રગઢથી બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને રસ્તામાં માલડા ગામની નહેર પાસે રવિ, કપ્તાન, અજય અને મોહન સહિતના દસથી વધારે લોકોએ રોકી લીધો હતો. એક આરોપી આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો જ્યારે અન્ય આરોપીઓ તેને મારી રહ્યા હતા. એક વ્યક્તિ તેને બચાવવા માટે આવે છે પણ ક્રૂર લોકો તેને હટાવી દે છે.

પીડિત રહેમની ભીખ માગતો રહ્યો પણ આરોપીઓ રોકાયા નહોતા. તેઓ યુવકને હોટલની પાછળ લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો. થોડા સમય બાદ પીડિતને બેભાન અવસ્થામાં ત્યાં જ છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગૌરવના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેનું મોત થયું હતું.

પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે 15મી સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં દેવી જાગરણ થઈ રહ્યું હતું. અહીં ગૌરવ અને રવિ ઉર્ફ લંગડાની વચ્ચે ચકમક ઝરી હતી. વાઈરલ વીડિયોમાં પણ રવિની બર્બરતા પૂર્વક કરવામાં આવેલી પીટાઈમાં અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ