Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ નેતાને આગળ કરી શકે છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજીવ શુક્લા અને ભાજપમાં એક સમયે મોટા પદ પર રહેલા નેતાના નામ પર મહોર લાગી શકે છે. હાલ પાર્ટી આ વિષય પર ગંભીરતાથી મંથન કરી રહી છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા કોંગ્રેસે કમરકસી લીધી છે અને ચહેરો આપવામાં પણ તે પારોઠના પગલાં ભરવા નથી માગતી.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા બાદ પાર્ટી કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં છે. ખાસ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ઉત્પીડન, ખેડૂતોના મુદ્દાઓ અને ખેડૂતો જ્યાં જ્યાં આંદોલન કરે છે ત્યાં ત્યાં કોંગ્રેસની હાજર વર્તાય છે. મંચ પરથી સાર્વજનિક સમાજની વાત કરનારી કોંગ્રેસ પાર્ટી હવે એક નવો દાવ રમવાની ફિરાકમાં છે.

ઉત્તર પ્રદેશમાં 80ના દાયકામાં મોટાભાગે કોંગ્રેસની સરકારનું વર્ચસ્વ રહ્યું. પાર્ટીએ 6 મુખ્યમંત્રી બ્રાહ્મણ જાતિમાંથી આપ્યા હતા. નાના નાના અભિયાનોમાં કોંગ્રેસ પાર્ટી આ વાતનો ઉલ્લેખ કરતા પણ નથી ચૂકતી. જેથી તે બ્રાહ્મણ મતદાતાઓની વચ્ચે ફરી પોતાની મૂંડી ઉંચી કરી આકર્ષિત કરી શકે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની સંખ્યા 10-12 ટકા હોવાનું મનાય છે. કોંગ્રેસના સુત્રોની માનવામાં આવે તો વિધાનસભા ચૂંટણીમાં બ્રાહ્મણ નેતાને સીએમ ચહેરા તરીકે પ્રમોટ કરવાની આંતરિક કવાયત તેજ થઈ ચૂકી છે.

કોંગ્રેસના રણનીતિકારો જણાવે છે કે, બ્રાહ્મણ મુદ્દા પર અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓ સમાવિષ્ટ છે. અમારી પાસે જે બ્રાહ્મણ નેતાઓ છે, ચહેરાની રીતે વર્તમાનમાં એ જ અમારી પાસે વિકલ્પ તરીકે છે. જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજીવ શુક્લા સહિત કેટલાય બ્રાહ્મણ નેતાઓના નામ પર ચિંતન ચાલી રહ્યું છે. જોકે અંતિમ નિર્ણયમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું મંતવ્ય જરૂરી રહેશે. રાજીવ શુક્લા આ સંકટના સમયે પણ પાર્ટીના મજબૂત મદદગાર માનવામાં આવી રહ્યા છે. રાજકારણમાં તેમનું કદ કેટલું ઉંચું છે તેનું માપ એ રીતે પણ કાઢી શકાય કે રાહુલ, પ્રિયંકા અને પીએમઓ પણ ટ્વીટર પર તેમને અનુસરે છે.

ભારત સરકારમાં કેબિનેટ મંત્રી પીયૂષ ગોયલ, ઉત્તર પ્રદેશ કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠક અને જિતિન પ્રસાદ પણ તેમને અનુસરે છે. રાજદના નેતા તેજસ્વી યાદવની સાથે પણ તેમના સૂમેળભર્યાં સંબંધો છે. કોંગ્રેસના સૂત્રોનું એમ પણ કહેવું છે કે, ભાજપમાં એક સમયે ઉચ્ચ પદ પર આસિન રહી ચૂકેલા નેતા પણ તેમના સંપર્કમાં છે. વર્તમાન સમયે આ નેતાજીને પાર્ટીમાંથી સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. અસંખ્ય વખત ભાજપમાં તેમને મોટી જવાબદારી આપવાની ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ ચર્ચા બનીને જ રહી ગઈ.

તેઓ પોતાના પાર્ટી નેતૃત્વથી નિરાશ ચાલી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સાથે તેમની મુલાકાત પણ થઈ ચૂકી છે. જેમાંથી એક વરિષ્ઠ નેતા તો પોતાની ડાયરીમાં આ કદાવર નેતાનો નંબર અને નામ લઈ ચાલી રહ્યા છે અને એ પણ બતાવે છે. એવું માનવામાં તો આવી જ રહ્યું છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારશે. એ ચહેરો કોણ હશે તેનું પાર્ટીએ મંથન કરવાનું છે અને જનતાએ પ્રતીક્ષા કરવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત