Team Chabuk-Sports Desk: T20 વિશ્વકપમાં ભારતના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબરના રોજ થઈ હતી. દરેક વ્યક્તિની જીભે ભારત વિશ્વકપ માટે હોટ ફેવરિટ ટીમ મનાઈ રહી હતી અને સેમીફાઈનલમાં આરામથી પ્રવેશ કરશે તેવું લાગતું હતું. પણ ટીમ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન અને 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ભૂંડી રીતે હારી ગઈ. હવે ભારતીય ટીમ સુપર-12માંથી આઉટ થવાની કગાર પર આવીને ઉભી ગઈ છે.
રવિવારના રોજ 31 ઓક્ટોબરના રમાયેલી મેચમાં ભારતીય ટીમનું અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ઓપનર્સ ફરી એક વખત કાગનો વાઘ સાબિત થયા હતા. પાવરપ્લે દરમ્યાન રનની આવશ્યકતા હોય છે, એવામાં ટીમના ઓપનિંગ બેટ્સમેનો શ્રીગણેશ કરવાના સમયે જ આઉટ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડના બેટરોએ આ લક્ષ્યને 14.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર વગર કોઈ વિઘ્ને પાર કરી લીધું હતું.
હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે? ભારતની ટીમ ગ્રુપ-2માં પોંઈન્ટ ટેબલ પર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને નામીબિયા બાદ પાંચમાં સ્થાન પર છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે 3 નવેમ્બરના રોજ ભારતીય ટીમનો અફઘાનિસ્તાન સામે મેચ છે, 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ અને આઠ નવેમ્બરના રોજ નામીબિયા, આ ત્રણે મેચ મોટા અંતરથી જીતવા પડશે.
ભારતે પ્રાર્થના કરવાની રહેશે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબીયાની ટીમ ગમે તે ભોગે ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમને પરાજય આપી દે. જેથી ભારતની સંભાવનાઓ મજબૂત થઈ શકે. છે એવું કે અફઘાનિસ્તાનની ટીમે સ્કોટલેન્ડને પરાજય આપી નેટ રનરેટ +3.097 કરી લીધી છે. એવામાં ભારતે તેને મોટા અંતરથી હરાવવું પડશે. એ પણ આશા સેવવાની છે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની સામે ઓછા માર્જિનથી જીતે. આ સિવાય હવે સૌથી મોટા સમીકરણની વાત કરીએ તો નામિબિયા અને સ્કોટલેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવી મેજર અપસેટ સર્જી નાખે. તમને શું લાગે છે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત