Homeગામનાં ચોરેવસીમ રિઝવી ઉર્ફ જીતેન્દ્ર નારાયણ ત્યાગીને ખાસડું મારનારને 11 લાખનું ઈનામ

વસીમ રિઝવી ઉર્ફ જીતેન્દ્ર નારાયણ ત્યાગીને ખાસડું મારનારને 11 લાખનું ઈનામ

Team Chabuk-National Desk: આઈએમઆઈએમના મહાનગર અધ્યક્ષ વકી રશીદે હાલમાં જ હિંદુ ધર્મ અપનાવનારા વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર નારાયણ ત્યાગીને ચપ્પલ ફટકારનારને અગિયાર લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. તેમના આ વિવાદિત નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે.

એઆઈએમઆઈએમના મહાનગર અધ્યક્ષ વકી રશીદે કહ્યું છે કે, વસીમ રિઝવી કોઈ ષડયંત્રની હેઠળ હિંદુ-મુસ્લિમ અંટસ કરવા ઈચ્છે છે. વસીમ રિઝવી પાકિસ્તાનનો એજન્ટ હોઈ શકે છે. જેની તપાસ થવી જોઈએ. વસીમ રિઝવીની વિરૂદ્ધ કેટલીય જગ્યાઓ પર કેટલાય કેસ નોંધાયેલા છે. કેસથી રક્ષણ પામવા માટે રિઝવી હિંદુત્વવાદી તાકતોના ઈશારા પર વિવાદિત નિવેદનો આપતા રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી થવાની છે. લોકોને મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓથી ભટકાવીને વસીમ રિઝવી ચૂંટણીને ફક્ત હિંદુ-મુસ્લિમ વચ્ચે બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. વસીમ રિઝવીના ધર્મ પરિવર્તનના સવાલ પર તેમણે કહ્યું કે, જે વ્યક્તિ ઈસ્લામનો ન થયો તે હિંદુનો શું થશે?

તેમણે શિયા વક્ફ બોર્ડ પાસેથી તેમની સભ્યતા પૂર્ણ કરવાની માગ કરી છે. એઆઈએમઆઈએમના મહાનગર અધ્યક્ષનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વિવાદિત વીડિયો જાહેર થયા બાદ રાજનીતિના ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments