Homeગામનાં ચોરેકંગનાએ નિવેદન આપતા પહેલા ડ્રગ્સનો હેવી ડોઝ લીધો લાગે છે: નવાબ મલિક

કંગનાએ નિવેદન આપતા પહેલા ડ્રગ્સનો હેવી ડોઝ લીધો લાગે છે: નવાબ મલિક

Team Chabuk-National Desk: એનસીપી નેતા અને મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રણૌતના સ્વતંત્રતાના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે અભિનેત્રી કંગના રણૌતના નિવેદનની આકરી નિંદા કરીએ છીએ. તેણે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે. કેન્દ્રએ તેનો પદ્મશ્રી પાછો લઈ લેવો જોઈએ અને તેની ધરપકડ કરી લેવી જોઈએ.

મહિનાઓથી સમીર વાનખેડે પર આરોપો પર આરોપો લગાવી રહેલા મલિકે કંગના વિરૂદ્ધ આગળ કહ્યું કે લાગે છે કંગના રણૌતઆ પ્રકારનું નિવેદન આપતા પહેલા મલાના ક્રીમ (હશીશ, એક વિશેષ પ્રકારની ડ્રગ્સ જે હિમાચલમાં ઉગાળવામાં આવે છે.)નો ભારે માત્રામાં ડોઝ લીધો છે.

કંગનાના આ નિવેદન બાદ બીજેપી સાંસદ વરુણ ગાંધીએ લખ્યું છે કે ક્યારેક મહાત્મા ગાંધીજીના ત્યાગ અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓની કુર્બાનીઓનું તિરસ્કાર. આ વિચારને હું પાગલગન કહું કે પછી દેશદ્રોહ?

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય પ્રીતિ શર્મા મેનને અભિનેત્રી કંગના રણૌતની વિરૂદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ કરી આ ઘટના સંલગ્ન એફઆઈઆર ફાઈલ કરવાની વાત કરી છે. મેનને કહ્યું છે કે, કાર્યવાહીની આશા છે. કંગના પર ભારતીય દંડ સંહિતાની ધારા 124 A, 504, અને 505 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પદ્મશ્રીથી સન્માનિત કંગના રણૌત વધુ એક ઉહાપોહ સભર નિવેદન આપ્યું છે કે ભારતને સાચા અર્થમાં સ્વતંત્રતા 2014 પછી મળી છે. 1947માં મળી એ ભીખ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments