Homeદે ઘુમા કેભારત VS ઓસ્ટ્રેલિયાની મેચનો ‘મેન ઓફ ધ મેચ’

ભારત VS ઓસ્ટ્રેલિયાની મેચનો ‘મેન ઓફ ધ મેચ’

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ક્યારેય ન ભૂલી શકાય તેવો ઈતિહાસ રચાઈ ગયો. પ્રેમનો ઈતિહાસ. ભારતીય ટીમ મેચ હાર્યું તેનો અફસોસ સ્ટેડિયમમાં હાજર એક વ્યક્તિ સિવાય તમામ ભારતીય સમર્થકને હશે. આ યુવક એવું વિચારતો હશે કે ઘી ઢોળાયું પણ ખીચડીમાં જ છે!

મેચ દરમિયાન સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના સમર્થક યુવકે ઓસ્ટ્રેલિયન ટીમ સમર્થક યુવતીને પ્રેમનો એકરાર કરી દીધો. ઓસ્ટ્રેલિયન યુવતી સામે ઘૂંટણીએ પડીને તેણે પોતાની દિલમાં દબાવેલી વાત કહી દીધી. યુવતીએ પણ તેના પ્રેમને ગણતરીની સેકન્ડમાં જ સ્વીકારી લીધો. ચાલુ મેચમાં કેમેરો આ પ્રેમી જોડા સામે ગયો અને હાજર તમામ લોકોએ તેમને તાળીઓથી વધાવી શુભકામનાઓ આપી. મેદાન પર રમી રહેલા ખેલાડીઓએ પણ આ પ્રેમી યુગલને નવા જીવન માટે વધામણા આપ્યા. 

આ ઘટના બાદ કેટલાક ફની ટ્વીટ પણ થયા. એક ટ્વીટર યુઝરે બંનેનો ફોટો શેર કરીને લખ્યું કે આજનો મેન ઓફ ધી મેચનો એવોર્ડ આ યુવકને !

એક ટ્વીટર યુઝરે વીડિયો પોસ્ટ કરીને લખ્યુ કે તમે ડ્રીમ ઈલેવનમાં ટીમ બનાવો હું આ કરું છું !

પ્રેમ પરથી હવે મેચ પર નજર કરીએ !

ભારતે બીજી વન-ડે મેચ સાથે સિરીઝ પણ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડે સિરીઝની બીજી મેચમાં ભારતને 51 રને હરાવી શ્રેણી પર 2-0થી કબજો મેળવી લીધો છે. 390 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટે 338 રન જ કરી શકી હતી. સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું.  ભારતીય ટીમ વિરુદ્ધ સ્ટીવ સ્મીથનો દબદબો યથાવત રહ્યો. સ્ટીવે 64 બોલમાં 104 રન ફટકાર્યા. સ્ટીવે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. સ્ટીવની વન-ડેમાં આ અગિયારમી સદી છે. ભારત વિરુદ્ધ સ્ટીવની વન-ડે મેચમાં આ પાંચમી સદી છે. સિરીઝમાં સ્ટીવની આ બીજી સદી છે. 

આ ઉપરાંત વોર્નરનું પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું. વોર્નરે 77 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 83 રન ફટકાર્યા. મેક્સવેલે 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી માત્ર 29 બોલમાં 63 રન ફટકારી દીધા હતા. આ ઉપરાંત કેપ્ટન એરોન ફિન્ચે 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન અને માર્સલ લાબુશેના બેટમાંથી 70 રન નીકળ્યા હતા. 

કોહલીએ આપી લડત

કેપ્ટન કોહલીએ ઉંચા લક્ષ્ય છતાં ભારતીય ટીમને મેચમાં બનાવી રાખી હતી. જો કે, માત્ર 11 રનથી તે સદી ચુકી ગયો હતો. કોહલીએ 87 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કે.એલ.રાહુલે 76 રન, અય્યરે 38 રન, શિખર ધવને 30 રન, હાર્દિક અને મયંકે 28-28 રન અને રવિન્દ્ર જાડેજાએ 24 રનનુ યોગદાન આપ્યું હતુ.

ભારતીય બોલર્સે ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું. ભારત તરફથી શમી, બુમરાહ અને હાર્દિક જ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જો કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતીય બોલર્સ વિરુદ્ધ હાથ ખોલવાનો એક પણ મોકો છોડ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિંસે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પાએ 2-2 તેમજ મોઝેલ હેનરિક્સ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments