Team Chabuk-Sports Desk: વિશ્વના નંબર એક ક્રમાંકિત ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ પોતાની કારકિર્દીમાં વધુ એક યશકલગી લગાવી દીધી છે. મેસ્સીએ પોતાના સાતત્યપૂર્ણ પ્રદર્શનના સહારે દક્ષિણ અમેરિકી વિશ્વ કપ ફૂટબોલ ક્વાલીફાયર્સમાં બોલિવિયાની વિરૂદ્ધ હેટ્રીક ગોલ ફટકાર્યા હતા. મેસ્સીના હેટ્રીક ગોલની મદદથી આર્જેન્ટીનાએ બોલિવિયા પર 3-0થી જીત પ્રાપ્ત કરી હતી. આ સાથે જ મેસ્સીએ લેજન્ડરી ફૂટબોલ ખેલાડી પેલેનો કિર્તીમાન તોડી નાખતા સૌથી વધારે ગોલ ફટકારનાર દક્ષિણ અમેરિકી ખેલાડી બની ચૂક્યો છે.
મેસ્સીએ બોલિવિયાની વિરૂદ્ધ મેચના 14માં, 64માં અને 88મી મીનિટમાં ગોલ ફટકાર્યા હતા. આ હેટ્રીકની મદદથી આંતરાષ્ટ્રીય ફૂટબોલમાં મેસ્સીના કુલ ગોલની સંખ્યા 79 થઈ ચૂકી છે. આ પહેલા 77 ગોલનો દક્ષિણ અમેરિકાના ખેલાડી તરીકે પેલેનો કિર્તીમાન હતો. હવે આ રેકોર્ડ વર્તમાન સમયના મહાન ખેલાડી મેસ્સીના નામે થઈ ગયો છે.
આ વચ્ચે ટોચ પર ચાલી રહેલા બ્રાઝીલના ખેલાડી નેમારના શાનદાર પ્રદર્શન થકી ટીમે પેરુને 2-0થી પરાજય આપ્યો છે. બ્રાઝીલની આઠ મેચમાંથી આ આઠમી જીત છે. બ્રાઝીલના 24 પોંઈન્ટ છે અને આર્જેન્ટીનાના 18 પોંઈન્ટ છે. બ્રાઝીલ પ્રથમ અને આર્જેન્ટીના દ્વિતિય સ્થાન પર છે. બંને ટીમે આઠ-આઠ મેચ રમ્યા છે. ઉરુગ્વે ત્રીજા સ્થાન પર છે. તેણે અન્ય એક મેચમાં ઈક્વેડોરને 1-0થી પરાજય આપ્યો હતો.
દક્ષિણ અમેરિકી ક્વોલિફાયર્સમાં ટોચ પર રહેનારી ચાર ટીમો કતરમાં થનારા વિશ્વકપમાં સીધો પ્રવેશ કરશે. જ્યારે પાંચમાં પાયદાન પર આવનારી ટીમ અંતરમહાદ્વિપીય પ્લેઓફમાં રમશે. બ્રાઝીલની પેરુ પર જીતમાં નેમારની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેણે 14મી મિનિટમાં એવર્ટન રિબેરોને ગોલ કરવામાં સહાયતા કરી હતી અને 40મી મિનિટમાં પોતે પણ ગોલ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત