Team Chabuk Sports desk: અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. જેને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી હવેની ક્રિકેટ મેચ દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે આગામી ત્રણ ટી-20માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો જોવા નહીં મળે.
Important update:
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) March 15, 2021
Due to rise in the number of Corona cases, GCA has decided to conduct the remaining 3 T20’s behind closed doors. Whoever has already purchased the tickets for the respective three T20’s would be refunded positively once the formal decisions are taken
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, આગામી 16, 18 અને 20 માર્ચે બાકીની ટી-20 મેચ રમાવાની છે પરંતુ આ મેચ દર્શકો વગર રમાડવામાં આવશે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નિર્ણયના પગલે એ દર્શકો મુજાયા છે જેમને ટિકિટ બુક કરાવી લીધી છે. જો કે, જીસીએએ ખાતરી આપી છે કે, દર્શકો પાસેથી એડવાન્સ લેવાયેલા નાણાં તેમને પરત આપવામાં આવશે. દર્શકોને નાણાં પરત આપવા માટેની યોજના તૈયાર થઈ રહી છે. આ ઉપરાંત જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તે લોકોને પણ સ્ટેડિયમમાં ન આવવા વિનંતી કરવામાં આવી છે.
We have issued following press release regarding remaining T20 matches played at A’bad. @PTI_News @ANI @BCCI @JayShah @GCAMotera @dgpgujarat @CMOGuj @Mukeshias pic.twitter.com/cEOHVfdpA9
— Dhanraj Nathwani (@DhanrajNathwani) March 15, 2021
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 810 કેસ નોંધાયા બાદ સોમવારે ફરી કેસ વધ્યા છે. સોમવારે ગુજરાતમાં કુલ 890 લોકો સંક્રમિત થયા છે. સોમવારે એક દિવસમાં સુરતમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં નોંધાતા કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવદમાં એક દિવસમાં કુલ 205 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વધતા કેસના કારણે તંત્ર સતર્ક બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકના વિસ્તારમાં જ તંત્રએ અનેક માઈક્રો કન્ટેઈન્મેન્ટ અને હાઈ રિસ્ક એરિયા જાહેર કર્યા છે.
ટી-20 મેચ શરૂ થયા બાદ જ ચર્ચા થઈ રહી હતી કે જો મેચ જોવા માટે વધુ લોકો આવશે તો આસપાસના લોકોને પણ જોખમ વધવાની શક્યતા છે. શરૂઆતમાં એવી વાત વહેતી થઈ હતી કે સ્ટેડિયમાં 1.30 લોકો હાજર રહેશે. જો કે, બાદમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે સ્ટેડિયમાં 70 હજાર લોકો જ હાજર રહેશે. જેના કારણે અડધુ સ્ટેડિયમ ખાલી રહેશે.
પ્રથમ બે ટી-20માં દર્શકોએ નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા. દર્શકોએ મેચ જોવાની ખુશીમાં સોશિયલ ડિસ્ટંસિંગનો તો ભંગ કર્યો જ હતો પરંતુ માસ્કના નિયમોના પણ ધજાગરા ઉડ્યા હતા.
બીજી તરફ મેદાનમાં જનમેદની ભેગી કરવા મુદ્દે અનેક સવાલ પણ ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર એવા પણ મીમ વહેતા થયા હતા કે, મેચ જોવાથી કોરોના નથી થતો, કોરોના માત્ર લગ્નપ્રસંગમા જ થાય છે.
લોકોનું કહેવું છે કે, જે નિર્ણય જી.સી.એએ અત્યારે લીધો છે તે પહેલી મેચથી જ લેવાની જરૂર હતી. તંત્ર કોરોનાના વધતા કેસ મુદ્દે અજાણ ન હતું છતા મોટી સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમાં એન્ટ્રી આપી હતી. જો કે, હવે જાગ્યા ત્યારથી સવાર. મોડે મોડે પણ GCAએ જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે. તો દર્શકોએ પણ નિરાશ થવાના બદલે તંત્રના નિર્ણયણે વધાવવો જોઈએ. કારણ કે, હવે સ્ટેડિયમમાં ખીચોખીચ બેસીને કોરોનાને આમંત્રણ આપવાના બદલામાં ઘરે બેસીને પરિવાર સાથે મેચની મજા માણી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત