Team Chabuk-Sports Desk: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં વરસાદ વિઘ્ન બનતાં ભારતના હાથમાં આવેલી જીત ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલથી બીજી ટેસ્ટ શરૂ થઈ છે. લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતનું પલડું ભારે રહ્યું. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કેએલ રાહુલના બેટમાંથી રન નીકળ્યા. કેએલ રાહુલનું ઇંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે. રાહુલે બીજી ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી છે. રાહુલે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સદી ફટકારી છે. આ રાહુલની કારકિર્દીની છઠ્ઠી સદી છે.
ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સના મેદાનમાં સાત વર્ષ બાદ કોઈ ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. વર્ષ 2014માં અજિંક્ય રહાણેએ ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. આ સાથે જ કેએલ રાહુલ લોર્ડ્સના મેદાન પર સદી ફટકારનારો 10મો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
📸📸@klrahul11 #TeamIndia https://t.co/OvD0ascaGV pic.twitter.com/st3dRt2p3I
— BCCI (@BCCI) August 12, 2021
કેએલ રાહુલે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં પોતાની બીજી સદી 212 બોલમાં પૂરી કરી છે. કેએલ રાહુલ બીજી ટેસ્ટમાં શરૂઆતથી જ ઇંગ્લેન્ડના પેસ બોલર સામે હાવી થઈને રમ્યો હતો. જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન જેવા બોલરનો સામનો કરવામાં કેએલ રાહુલને કોઈ મુશ્કેલી ઉભી ન થઈ અને પ્રથમ દિવસે આરામથી સદી પાર પોતાનો સ્કોર નોંધાવી દીધો. મહત્વની વાત એ છે કે, કેએલ રાહુલ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
કેએલ રાહુલ હવે રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ બાદ લંડનના બન્ને સ્ટેડિયમ ઓવલ અને લોર્ડ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 100 રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ સામે ઇંગ્લેન્ડના બોલર ખૂંટણીયે પડી ગયા. રાહુલ અને રોહિતે ભારતને શાનદાર શરૂઆત અપાવી. રાહુલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે 126 રનની ભાગીદારી નોંધાવી. રોહિત શર્મા 83 રન બનાવીને આઉટ થયો. રોહિત બાદ ક્રિઝ પર ચેતેશ્વર પૂજારા આવ્યો. પરંતુ તે પોતાની રમત પ્રદર્શિત ન કરી શક્યો અને માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
પૂજારાના આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહુલે મોર્ચો સંભાળ્યો. બન્નેએ ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી. બાદમાં કોહલી પણ 42 રન બનાવીને આઉટ થયો. જો કે ઓપનરની શાનદાર શરૂઆતના સહારે પ્રથમ દિવસે ભારતે સ્કોરબોર્ડ પર 3 વિકેટના નુકસાને 276 રનનો સ્કોર અંકિત કરી દીધો છે. હાલ કેએલ રાહુલ 127 રન અને અજિંક્ય રહાણે 1 રન બનાવીને ક્રિઝ પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત