Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કર્યાં પછી ભારતની ટીમ કાનપુરની પ્રથમ ટેસ્ટમાં હાથ ખંખેરતી રહી ગઈ છે. સ્પિન બોલર્સના પ્રદર્શને નિરાશ કર્યાં છે. શરૂઆતના બે દિવસમાં બંને ટીમના સ્પિન બોલર્સે 270 રન ખર્ચી નાખ્યા છે અને માત્ર બે વિકેટ લીધી છે. બંને ટીમના છ સ્પિન બોલર્સે 101.1 ઓવર ફેંકી અને તેમાંથી માત્ર એક બોલરને જ સફળતા હાથ લાગી છે. બંને ટીમના સુકાની દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સ્પિન બોલર્સ મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. જોકે અનુમાન કરતા પરિણામ વિપરિત આવ્યું હતું. બંને ટીમે ત્રણ ત્રણ સ્પિનર્સ મેદાનમાં ઉતાર્યાં હતા. બંને ટીમના સ્પિનર વિકેટ પ્રાપ્ત ન કરી શક્યા.
ફાસ્ટ બોલર્સમાં સાઉદી અને જેમિસને મળીને ભારતની આરંભમાં આઠ વિકેટ લીધી હતી. એઝાઝ પટેલના નામે બે વિકેટ છે પણ તેણે અશ્વિન અને ઈશાંતને આઉટ કર્યો હતો. જે પ્રમુખ બેટ્સમેન નથી. જેમાંથી અશ્વિને એક લાંબો શોટ રમવામાં પોતાની વિકેટ ફેંકી દીધી. ભારતના અનુભવી અને વિશ્વસ્તરના સ્પિનર્સ પણ વિકેટ નહોતા લઈ શક્યા. તેમણે 41 ઓવરમાં 92 રન આપી દીધા.
કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે એઝાઝ પટેલ, રચિન્દ્ર રવીન્દ્ર અને સમરવિલેએ બોલિંગ કરી. આ ત્રણે બોલર્સે 60.1 ઓવર બોલિંગ કરતા 178 રન આપી દીધા. જેમાંથી એઝાઝને ભારતના બે બોલર્સની વિકેટ મળી. ત્રણે સ્પિનર્સે મળી દસ ઓવર મેડન ફેંકી. બીજી બાજુ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સને ધીમી પીચનો ફાયદો મળ્યો હતો. પ્રથમ ઈનિંગમાં તેમણે આઠ બેટ્સમેનને આઉટ કર્યાં હતાં. જેમિસન અને સાઉદીએ મળીને ભારતની પ્રથમ આઠ મુખ્ય વિકેટ લીધી હતી. બેઉં ફાસ્ટ બોલર્સે 51 ઓવર ફેંકી અને 160 રન આપ્યા. જેમાંથી 12 મેડન ઓવર ફેંકી.
ભારતના સ્પિનર્સે મેચમાં 41 ઓવર ફેંકી અને 92 રન આપ્યા, 10 મેડન ઓવર ફેંકી પણ કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ. ભારતના ફાસ્ટ બોલર્સની સ્થિતિ પણ દયનીય રહી હતી. 16માંથી 6 ઓવર મેડન ફેંકી, 36 રન આપ્યા અને એક પણ સફળતા પ્રાપ્ત નથી થઈ. જોકે છ વખત એવી ક્ષણ પણ આવી જ્યારે ભારતને વિકેટ મળી શકતી હતી. જેમાંથી પાંચ વખત સ્પિન બોલર્સે અને ઈશાંત શર્માએ એક વખત તક ઉભી કરી હતી.
સામાન્ય રીતે ચોથા કે પાંચમા દિવસે સ્પિન બોલિંગ મદદરૂપ થતી હોય છે. કાનપુરની પીચ પર પ્રથમ દિવસે સ્પિન બોલિંગમાં થોડી ઘણી મદદ મળી રહી હતી. સ્પિનર્સ ફેંકી રહ્યા હતા ભારતીય બેટ્સમેન તેમનો સામનો કરી રહ્યા હતા. એવામાં સમજી શકાય કે પહેલા દિવસે વિકેટ શા માટે ન મળે? જોકે બીજા દિવસે બોલ વધારે ટર્ન થઈ રહ્યો હોવા છતાં અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો સ્પિન આક્રમણની સામે મજબૂત ન હોવા છતાં ભારતીય સ્પિનર્સને વિકેટ મળી નહીં. 246 બોલ ફેંક્યા છતાં ભારતીય બોલર્સના હાથમાં એક પણ વિકેટ આવી નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
