Homeગામનાં ચોરેભારતમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર

ભારતમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર

Team Chabuk-National Desk: કોરોના વાઇરસ સામે લડવા કટિબદ્ધ ભારતે કોરોના સામેની લડાઈ મામલે ઈતિહાસ રચી દીધો છે. ભારતમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ચૂક્યો છે. આજે ગુરુવારની સવારે જ ભારતે આ આંકડો પાર કરી લીધો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાતમાટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 9 મહિના પહેલા શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના રસીના ડોઝનો આંક 100 કરોડને પાર પહોંચી ગયો છે. ગઈકાલ સુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ એક ડોઝ લીધો છે અને 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે.

કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર લખ્યું કે, બધાઈ હો ભારત, દુરદર્શી પ્રધાનમંત્રી મોદી કે સમર્થ નેતૃત્વ કા યહ પ્રતિફલ હૈ. મહત્વનું છે કે, કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ અવસર પર એક કાર્યક્રમમાં સહભાગી થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા છે.

AD

નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલે 100 કરોડનો આંક પાર થતાં કહ્યું કે, ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન. ભારતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયાના માત્ર 9 મહિનામાં એક સિદ્ધિ, કોઈપણ દેશ માટે 1 બિલિયન ડોઝ આપવા એ એક ઉલ્લેખનીય ઘટના છે.

ભારતમાં આજે કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવા બદલ કેન્દ્ર સરકારે આ સિદ્ધિની ઉજવણી માટે ખાસ કાર્યક્રમ બનાવ્યો છે. લાલ કિલ્લા પર સૌથી મોટો તિરંગો લહેરાવવામાં આવશે. લાલ કિલ્લા પર 225 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. જેનું વજન લગભગ 1400 કિગ્રા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક થીમ સોંગ પણ લોન્ચ કરશે. આજે દેશભરમાં 100 સ્મારકોને તિરંગાથી રોશન કરવાની યોજના છે. આ ઉપરાંત દેશના રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ જેવી જાહેર જગ્યાએ પર લાઉડસ્પીકરથી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે.

ભારતમાં ગત 16 જાન્યુઆરી,2021ના દિવસે કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. શરૂઆતમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો જેમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અને ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી. 1 એપ્રિલથી દેશમાં 45થી વધુની ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 1 મેના રોજથી 18 થી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલના સમયે દેશમાં કુલ 63,467 સેન્ટરો પર કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments