Homeગામનાં ચોરેજે યુવકનો જબરદસ્તી કોરોના ટેસ્ટ કરાવતા હતા તેણે ચાકુ કાઢી વોલિન્ટિયરની જાંઘમાં...

જે યુવકનો જબરદસ્તી કોરોના ટેસ્ટ કરાવતા હતા તેણે ચાકુ કાઢી વોલિન્ટિયરની જાંઘમાં મારી દીધું

Team Chabuk-National Desk: દક્ષિણ પૂર્વ દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક યુવકને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે કહેવું સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરને ભારે પડી ગયું છે. લાંબી રકઝક બાદ આરોપીએ ચાકુ કાઢી વોલિન્ટિયર પર હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળ પર જ અન્ય વોલિન્ટિયરે આરોપી અને તેના સગીર સાથીને પકડી પાડ્યા હતા.

પીસીઆરની મદદથી ઈજાગ્રસ્ત થયેલા વોલિન્ટિયર વિપીન શર્માને એમ્સ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. ગોવિંદપુરી પોલીસ સ્ટેશને સરકારી કામમાં વિક્ષેપ, ફરજ પરની કાર્યવાહી દરમ્યાન હુમલો સહિતની અન્ય કલમો લગાવી ઓસામા રજા નામેરી 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેના સિવાય એક સગીરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલ મેડિકલ રિપોર્ટની પ્રતીક્ષા કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શનિવારની સવારે દસ વાગ્યે સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની ટીમ તુગલકાબાદ એક્સટેન્શન સ્થિત જગદંબા ડિસ્પેન્સરીની બહાર રસ્તે પસાર થનારાઓનો કોરોના ટેસ્ટ કરી રહી હતી. ટીમે આરોપી ઓસામ રજાને માસ્ક વિના આવતા જોયો હતો. તેને રોકી માસ્ક અંગે પૂછતાછ કરી હતી. બાદમાં વોલિન્ટિયરે ઓસામાનો કોવિડ ટેસ્ટ કરવાનું કહ્યું. હાજર રહેલ ડોક્ટર કોવિડ ટેસ્ટ કરી રહ્યા હતા.

વોલિન્ટિયરના કહેવા પર ઓસામાએ ટેસ્ટ કરવાથી મનાઈ ફરમાવી દીધી. જબરદસ્તી કરવામાં આવતા આરોપી વોલિન્ટિયર વિપિન શર્માની સાથે ઝઘડવા લાગ્યો અને હાથાપાઈ કરવા લાગ્યો. આ વચ્ચે આરોપીએ ચાકુ કાઢી તેની જાંઘમાં મારી દીધું. અચાનક થયેલા હુમલા બાદ આસપાસ ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો અને તેણે ખોંપેલું ચાકુ પણ લઈ લીધું હતું. આરોપી ઓસામા પરિવારની સાથે તુગલકાબાદ વિસ્તારમાં રહે છે. ઓપન સ્કૂલના બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસે તેની વિરૂદ્ધ કેસ ફાઈલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments