Homeદે ઘુમા કેજય હો: મેચ અને સિરીઝ પર કબજો મેળવવા ઉતરશે ભારત, આ છે...

જય હો: મેચ અને સિરીઝ પર કબજો મેળવવા ઉતરશે ભારત, આ છે સંભવિત ટીમ

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી મેચ આજે રમાશે. શિખર ધવનની આગેવાનીમાં કોલંબોમાં રમાયેલી પહેલી મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધ્યો છે. ખેલાડીઓ આજે મેચ અને સિરીઝ બંને પર કબજો મેળવવા માટે મેદાને ઉતરશે.

પહેલી મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા નહીવત છે. જો કે, ટી-20 વર્લ્ડકપને ધ્યાને રાખી કેટલાક ખેલાડીઓને ટીમમાં સામેલ કરાઈ શકે છે.

પહેલી મેચમાં શિખર ધવન સાથે પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ ટીમને ઝડપી અને મજબૂત શરૂઆત અપાવી હતી. શિખર ધવને તો ટીમને જીત અપાવીને જ ઈનિંગ સમાપ્ત કરી હતી. આવા શાનદાર પ્રદર્શન બાદ ફરીથી આ જોડી જ ટીમની શરૂઆત કરાવતી જોવા મળી શકે છે.

વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં જ ક્રિકેટ રસિકોના દિલ જીતી લીધા છે. બેટિંગ ઉપરાંત વિકેટ પાછળ પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. આવી સ્થિતિમાં ઈશાન કિશનનું સ્થાન પણ ટીમમાં પાક્કુ છે.

મિડલ ઓર્ડરમાં પહેલી મેચમાં મનીષ પાંડેને સામેલ કરાયો હતો જો કે, મનીષ પાંડેનું પ્રદર્શન થોડું ફિક્કુ રહ્યું હતું. જેથી મનીષ પાંડે પર લટકતી તલવાર છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવ પોતાની લયમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પર પણ સૌની નરજ રહેશે.

ટીમની બોલિંગની કમાન અનુભવી અને ફાસ્ટ બોલર તેમજ વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારના હાથોમાં રહેવાની આશા છે. આ ઉપરાંત દીપક ચહર ફરીથી મેદાન પર ઉતરી શકે છે. તો સ્પીન બોલિંગ માટે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી ફરી જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ આ બંને બોલર પર ફરી વિશ્વાસ મુકી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ,  મનીષ પાંડે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments