Homeગામનાં ચોરેએક તરફ વરરાજો ભાગી ગયો અને બીજી તરફ પરિવારજનોએ દુલ્હનને મારી મારીને...

એક તરફ વરરાજો ભાગી ગયો અને બીજી તરફ પરિવારજનોએ દુલ્હનને મારી મારીને હાડકા ખોખરા કરી નાખ્યા

Team Chabuk-National Desk: એક યુવતી સાથે ગાંધર્વ વિવાહ (પ્રેમલગ્ન) કર્યાના કેટલાક કલાકો બાદ તેનો પ્રેમી અને થયેલ ધણી ફરાર થઈ જતાં યુવતી હાંફળીફાંફળી થઈ ગઈ હતી. જ્યારે યુવકને શોધતી શોધતી યુવતી તેના ઘરે પહોંચી તો તેના સાસરિયાનાં લોકોએ નવી દુલ્હનના હાડકા ખોખરા કરી નાખ્યા હતા. યુવતી સાથે કરેલી એ ‘સ્વાગત મારપીટ’નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પરિવારજનો દુલ્હનને લગ્નનાં ઢોલની જેમ પીટી રહ્યા છે.

આ ઘટના બિહારના પાટણના ધનરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ગામની યુવતી સરિતા કુમારીને ધનરુઆના જ એક યુવક સાહિલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બે વર્ષથી આ પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવક નજીકના રેડબિહગા ગામનો છે. યુવતીને ચોરીછૂપે મળવા માટે આ યુવક જતો હતો.

શનિવારની રાત્રે પણ પ્રેમની ફુલઝડી પ્રગટાવવા ગયેલા આ પ્રેમીને ખબર નહોતી કે તેના જીવનમાં અચાનકથી ભડકો થવાનો છે. એ ગામના લોકોના હાથમાં આવી ગયો અને લોકોએ જબરદસ્તી સરીતા અને સાહીલના મસૌઢીના મંદિરમાં વિવાહ કરાવી નાખ્યાં. જોકે મંદિરમાંથી જ્યારે યુવતી અને યુવક બહાર આવ્યા ત્યારે છેલબટાઉ મિજાજનો આ યુવક દગો ગઈ ગયો અને પત્નીને અડધે રસ્તે જ છોડીને રફુચક્કર થઈ ગયો.

યુવતી પોતાના પતિની શોધ કરવા માટે દુલ્હનના વેશમાં જ પતિના ઘરે પહોંચી ગઈ હતી. અહીં યુવતીને જોતા જ તેના સાસરિયાનાં લોકો ગુસ્સે ભરાયા હતા અને એકઠા થઈ દુલ્હનને મારવા લાગ્યા હતા. આસપાસના લોકો વચ્ચે પડતા મામલો થાડે પડ્યો હતો અને યુવતીની અહર્નિષ ચાલતી પીટાઈ રોકાઈ હતી. બીજી બાજુ દુલ્હનની આ અનોખી સ્વાગત વિધિનો કોઈએ વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.

વીડિયો વાઈરલ થયા બાદ જ્યારે સ્થાનિક મીડિયાએ પોલીસ સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. જોકે પાછળથી પોલીસ તરફથી એવું નિવેદન સામે આવ્યું હતું કે, જો યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે તો પોલીસ અચૂક કાર્યવાહી કરશે. હાલ આ ઘટનાને ચાર દિવસ પસાર થઈ ગયા હોવા છતાં યુવતી તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments