Team Chabuk-Sports Desk : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આશા તો દર્શકગણને એવી હતી કે પાંચ દિવસની ટેસ્ટમાં મજા જ મજા આવી જશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જનતા શાંતિથી પાંચ દિવસ ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટનો આનંદ ઉઠાવવાના વિચારમાં પરોવાયેલી હતી ત્યાં બીજા જ દિવસે સાંજ સુધીમાં પ્રવાસી ટીમની વેધક બોલિંગ અને પછી સામેથી ભારતની પણ છોતરાફાડ બોલિંગે ટેસ્ટ ક્રિકેટના તમામ નિયમોની ઐસી કી તૈસી કરી નાખી.
3rd Test. It’s all over! India won by 10 wickets https://t.co/9HjQB6CoHp #INDvENG @Paytm
— BCCI (@BCCI) February 25, 2021
ક્ષણવાર માટે તો એવું લાગી ગયું કે આ ટેસ્ટ મેચ છે કે ટી ટ્વેન્ટી ક્રિકેટ છે. અક્ષર પટેલની અક્સીર બોલિંગના કારણે ફરી એક વખત ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણીયે પડી ગઈ હતી. તમામ ક્રિકેટ વિવેચકોની આંખો વિસ્ફારીત થઈ ગઈ, કારણ કે જે ડે-નાઈટ ટેસ્ટ મેચ ત્રણ કે ચાર દિવસ ચાલવાની આશા હતી તેનો બીજા જ દિવસે રાતના 8 વાગ્યે વીંટો વળી ગયો.
Smiles, handshakes & that winning feeling! 👏👏
— BCCI (@BCCI) February 25, 2021
Scenes from a comprehensive win here in Ahmedabad 🏟️👍👍 @Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Scorecard 👉 https://t.co/9HjQB6CoHp pic.twitter.com/7RKaBYnXYf
બીજા દિવસની શરૂઆત થઈ ત્યારે ભારતની ઈનિંગ લાંબી ચાલશે તેવી આશા હતી. તેની જગ્યાએ ભારતીય ટીમની વિકેટો પત્તાના મહેલની માફક ખરવા લાગી. 145 રનના ન્યૂનતમ સ્કોર પર જ ભારતની તમામ વિકેટો પડી ગઈ. ઈશાંત શર્માએ જૈક લીચની બોલ પર લગાવેલા છગ્ગા સિવાય ભારત તરફથી કોઈ મોટી બેટીંગ તો બીજા દિવસે જોવા જ ન મળી.
ઈંગ્લેન્ડની ટીમના 112 રનનાં કારણે અને ભારતની ટીમે 145 રન કરતા, ભારતને કુલ 33 રનની લીડ મળી હતી. પ્રથમ ઈનિંગમાં 96 રન બનાવનારી ભારતીય ટીમે બીજા દિવસના આરંભમાં જ 46 રનો પર તમામ વિકેટો ગુમાવી દીધી. તેનાથી એક રીતે તો એવું લાગ્યું કે ભારતના હાથમાંથી મેચ છટકી રહી છે.
જોકે સામેની તરફથી અક્ષર પટેલ અને આર.અશ્વિને સ્પીન બોલિંગથી પ્રવાસી ટીમને ફરી એક વખત પરેશાન કરી હતી. માત્ર સત્તર રનના સ્કોર પર ઈંગ્લેન્ડની બે વિકેટ પડી ગઈ હતી. જેથી ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. તેને ફરી પ્રથમ ઈનિંગનું પુનરાવર્તન થશે તેવો ભય સતાવી રહ્યો હતો અને આગળ જતા થયું પણ એવું જ. 17 રનમાં બે રન જોડતા 19 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી ગઈ. ડોમિનિક સિબ્લે સાત રનમાં અક્ષર પટેલના હાથે શિકાર બની ગયો.
બેન સ્ટોક્સ 17 અને જો રુટ 14 રન પર હતા ત્યારે જ તેણે ભારતે આપેલા લીડ સ્કોરનો આંક પ્રાપ્ત કરી લીધો હતો. 50 રન પર ઈંગ્લેન્ડની બેન સ્ટોક્સ નામે ચોથી વિકેટ પડી ગઈ હતી. જે આર.અશ્વિનના હાથે શિકાર બન્યો હતો. જો રુટને રન કરતા અટકાવતા બાદમાં અક્ષર પટેલે 19 રનમાં જ તેની ઈનિંગનો અંત આણી દીધો હતો. એ પછી અશ્વિનના હાથે પોપ 12 રનમાં આઉટ થયો. અશ્વિનના હાથે જ જોફ્રા આર્ચર આઉટ થયો. આ સાથે જ રવિચંદ્રન અશ્વિનના નામે 77 ટેસ્ટમાં 400 વિકેટ પૂર્ણ કરવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
Remarkable feat for @ashwinravi99! 👏👏
— BCCI (@BCCI) February 25, 2021
The champion spinner entered the esteemed club of wicket-takers as he trapped Jofra Archer LBW to claim Test wicket no. 4⃣0⃣0⃣. 👌👌@Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Watch that memorable moment 🎥👇
80 રનનાં સ્કોરે જ ઈંગ્લેન્ડે આઠમી વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લીધા બાદ બીજી ઈનિંગમાં પણ પાંચ વિકેટ લીધી હતી. તો સામે આર.અશ્વિને ચાર વિકેટ લઈ ઈંગ્લેન્ડની ઈનિંગ પાછળ ધ એન્ડનું પાટીયું લગાડી દેવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એટલે કે સ્પિનરો આગળ જ ઈંગ્લેન્ડની ટીમ નતમસ્તક થઈ ગઈ હતી. મહજ 81 રનના સ્કોર પર ટીમનો તંબુ તણાય ગયો હતો.
જ્યારે ભારતીય ટીમ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરી ત્યારે જીત મેળવવા માટે શેરી રમત જેવો સ્કોર તેની સામે હતો. પ્રવાસી ટીમે ભારતને 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમના અગિયાર રનમાં રોહિત શર્મા 6 અને શુભમન ગિલ એક રન બનાવી મેદાને હતા ત્યારે લંચ બ્રેક પડ્યો. બ્રેક પૂર્ણ થતા શુભમન ગિલ અને રોહિત શર્માએ ટી ટ્વેન્ટી સ્ટાઈલમાં ફટકા મારવાની શરૂઆત કરી દીધી હતી અને ગણતરીની મિનિટોમાં ભારતે દસ વિકેટે મેચ જીતી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત