Homeગામનાં ચોરેMIG-21ની તમામ ઉડાન પર વાયુસેનાએ પ્રતિબંધ લગાવ્યો

MIG-21ની તમામ ઉડાન પર વાયુસેનાએ પ્રતિબંધ લગાવ્યો

Team Chabuk-National Desk: મિગ 21 (MIG 21) ઉડાન પર ભારતીય વાયુસેનાએ પ્રતિબંધ લગાવ્યો છે. વાયુસેનાએ MIG 21 વિમાનના સમગ્ર કાફલાને સેનામાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. છેલ્લા કેટલાક અઠવાડિયા પહેલા રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ થતા 3 જવાનો શહીદ થયા હતા. આ પહેલા પણ આવા અનેક અકસ્માતો નોંધાયા છે જેમાં પાયલોટે જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતોને કારણે એરફોર્સે આ વિમાન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે.

doctor plus

રાજસ્થાનમાં MIG 21 વિમાન દુર્ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે, પરંતુ 2 અઠવાડિયા પછી અચાનક આ વિમાનને ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, MIG 21ને વર્ષ 1963માં ભારતીય સેનામાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય સેના પોતાને અપડેટ કરી રહી છે, આ દરમિયાન હથિયારોને અપડેટ કરવું જરૂરી બની ગયું છે. હાલમાં જ તેજસને સેનામાં સામેલ કરવામાં આવ્યું છે, જેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે 48000 કરોડની ડીલ કરવામાં આવી હતી. આ ડીલમાં 83 તેજસ એરક્રાફ્ટને સેનાનો હિસ્સો બનાવવાની વાત હતી.

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેના પાસે હાલમાં માત્ર 50 મિગ 21 એરક્રાફ્ટ છે. આગામી 3 વર્ષમાં તમામ સ્ક્વોડ્રન નિવૃત્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments