Team Chabuk-Entertainment Desk: બંગાળી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી છે. 23 વર્ષીય પલ્લવીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું હતું. રવિવારે સવારે પલ્લવી ડેનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે.
પલ્લવીના મૃતદેહનો મૃતદેહ તેના જ ઘરમાં પંખાથી લટકતો મળ્યો હતો. જેના પછી તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચુક્યું હતું. પલ્લવીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે પોલીસે પલ્લવીએ આત્મહત્યા કેમ કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
2017માં પલ્લવી ડેએ ટીવી સિરિયલ ‘અમી સિરાજર બેગમ’ માટે ઓડિશન આપ્યું હતું અને તે પસંદ થઈ હતી. આ સિરિયલ બાદ પલ્લવી ઘેર-ઘેર જાણીતી બની ગઈ હતી. ત્યારબાદ તેણે ‘રેશમ જપી’, ‘સરસ્વતી પ્રેમ’માં કામ કર્યું હતું. હાલમાં પલ્લવી ‘મોન માને ના’માં લીડ રોલ પ્લે કરતી હતી. સિરિયલમાં તે ગૌરીનું પાત્ર ભજવતી હતી. આ સિરિયલમાં સામ ભટ્ટાચાર્ય તથા અંજના બાસુ હતાં. અંજના આ સિરિયલમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી.
મોતના એક દિવસ પહેલાં પલ્લવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગતું હતું કે તે બહાર ક્યાંક જમવા ગઈ છે. આ પહેલાં 14મેના રોજ પલ્લવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં તે ગીત ગાતી જોવા મળી હતી.
પલ્લવીને તેના ફેન્સ ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની એક્ટિંગ અને તેના કેરેક્ટરને લોક ખુબ પસંદ કરતા હતા. પલ્લવીના મોતના સમાચારથી અનેક સ્ટાર્સ અને ફેન્સને ખુબ દુઃખ થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
