Homeદે ઘુમા કેપંત પોઝિટિવ: BCCIની મનાઈ છતાં યૂરો કપ જોવા ગયેલ

પંત પોઝિટિવ: BCCIની મનાઈ છતાં યૂરો કપ જોવા ગયેલ

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતી ક્રિકેટ ટીમના આધારસ્તંભ ખેલાડી અને વિકેટકિપર ઋષભ પંત કોરોના માંદગીમાં પટકાયો છે. કોરોનાના કારણે તે ડરહમ પણ નથી ગયો. ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટના રોજ થવાની છે. બીસીસીઆઈના વિશેષ સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના ખેલાડી ઋષભ પંત આઠ દિવસથી આઈસોલેશનમાં છે અને ટીમ ઈન્ડિયા સાથે ડરહમ નથી ગયા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંત ડેલ્ટા વેરિએન્ટનો શિકાર બન્યા છે.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ ક્વોરન્ટાઈન છે અને ગુરૂવારે જનારી ભારતીય ટીમની સાથે નહીં જાય. જોકે તેમણે એ ન જણાવ્યું કે પંત ભારતીય ક્રિકેટ ટીમની સાથે ક્યારથી જોડાશે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બીસીસીઆઈના અધ્યક્ષ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં વધી રહેલા કોરોના કેસ વિશે સૂચિત કર્યા હતા અને સતર્ક રહેવાની ચેતવણી આપી હતી.

સાઉથમ્પટનમાં ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ અઠવાડિયાનો બ્રેક લીધો હતો. આ સમયે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બ્રિટનમાં વિવિધ જગ્યાએ ઘુમ્યા હતા. એ સમયે ઈંગ્લેન્ડમાં યુરો કપ રમવામાં આવી રહ્યો હતો જેમાં ઋષભ પંતે હાજરી પૂરાવી હતી. ફૂટબોલ સ્ટેડિયમમાં ઋષભ પંતને વિધાઉટ માસ્ક જોવામાં આવ્યો હતો. ઋષભે આ સમયે પોતાના ફેન્સની સાથે સેલ્ફી પણ લીધી હતી જે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. ફેન્સે તેમને પૂછ્યું પણ હતું કે માસ્ક ક્યાં છે?

ગુરૂવારના રોજ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, એક ખેલાડી પોઝિટિવ છે. જોકે એ છેલ્લા આઠ દિવસથી આઈસોલેટ છે. એ ટીમની સાથે કોઈ હોટલમાં નથી. જેથી કોઈ અન્ય ખેલાડી સંક્રમણથી પ્રભાવિત નથી થયો. સચિવ જય શાહે પણ પત્ર લખીને તમામ ખેલાડીઓને નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે.

જય શાહે પોતાના પત્રમાં ખેલાડીઓને ભીડવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપી હતી, કારણ કે ટીમના ખેલાડીઓને લગાવવામાં આવેલ કોવીશીલ્ડ વેક્સિન ફક્ત સંક્રમણથી બચાવી શકતી હતી. એ વાઈરસની વિરૂદ્ધ પૂર્ણ પ્રતિરોધક શક્તિ નથી આપતી. શાહે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં યોજાયેલ વિમ્બલ્ડન અને યુરો કપમાં ન જાય.

હાલમાં જ ઈંગ્લેન્ડની ટીમ પણ કોરોના વાઈરસનો ભોગ બની હતી. જેના કારણે તેની મુખ્ય ટીમને આઈસોલેટ થવું પડ્યું હતું જ્યારે પાકિસ્તાનની સામે મર્યાદિત ઓવરની શ્રેણી માટે નવી ટીમની પસંદગી કરવી પડી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments