Homeસિનેમાવાદહવે લેખિકા કરીના કપૂર ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

હવે લેખિકા કરીના કપૂર ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Team Chabuk-Cinema Desk: કરીના કપૂર ખાને 9 જુલાઈના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખૂદ લખેલ એક પુસ્તકનું અનાવરણ કરવાની વાત પોતાના ફેન્સને કહી હતી. પુસ્તકના અનાવરણની વાત કરીનાએ પોતાના મોટા પુત્ર તૈમૂરના જન્મદિવસ પર કરી હતી. આ પુસ્તકનું નામ તેમણે ‘ધ પ્રેગનન્સી બાઈબલ’ રાખ્યું છે.

પુસ્તકમાં કરીના કપૂરે પોતાની પ્રેગનન્સી દરમિયાન શું શું અનુભવ કર્યા તે વ્યક્ત કર્યા છે. જોકે આ પુસ્તક બજારમાં આવતા પહેલા જ વિવાદોમાં સપડાઈ ગયું છે. આ વિવાદ એટલો ઉપડ્યો છે કે કરિનાની વિરુદ્ધ પોલીસ કમ્પલેઈન પણ ફાઈલ થઈ છે.

અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રમુખ આશીષ શિંદેએ મુંઈના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તકની લેખિકા કરીના કપૂર અને સહ લેખિકા અદિતિ શાહ ભિમજાનીની વિરૂદ્ધ આ કમ્પલેઈન ફાઈલ કરી છે. આશિષનું કહેવું છે કે પુસ્તકમાં પવિત્ર શબ્દ બાઈબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ઈસાઈઓની ધાર્મિક ભાવનાઓને ઠોકર પહોંચી છે. આશિષે IPC સેક્શન 295-A હેઠળ આ ફરિયાદ દાખલ કરાવી છે.

આ સમગ્ર ઘટનામાં શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાઈનાથ ઠોમ્બરેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમને આ સંદર્ભે ફરિયાદ મળી છે. જોકે હજુ સુધી કેસ ફાઈલ કરવામાં નથી આવ્યો, કારણ કે આ ઘટના આ પોલીસ વિસ્તારના ક્ષેત્રમાં બની નથી. મેં તેમને અન્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જણાવ્યું છે.’

આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘ પહેલા ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડે પણ ‘પ્રેગનેન્સી બાઈબલ’ પુસ્તકને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. બોર્ડના પ્રેસિડન્ટ ડાઈમન્ડ યુસુફે કાનપુરમાં પોતાની આ ફરિયાદ મીડિયાની સામે કહી છે. સાથે જ જલ્દી જ પુસ્તકની લેખિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત પણ ઉચ્ચારી છે. હજુ સુધી આ પુસ્તક સાથે સંકળાયેલ એક પણ વ્યક્તિનું નિવેદન સામે નથી આવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments