Homeદે ઘુમા કેકેપ્ટન કોહલીની આગેવાનીમાં વધુ એક હાર, 4 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ...

કેપ્ટન કોહલીની આગેવાનીમાં વધુ એક હાર, 4 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ મેચ હાર્યુંં ભારત

Team Chabuk Sports Desk: ચેન્નઈમાં ભારતીય ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 227 રનથી હારી ગઈ છે. ઈંગ્લેન્ડે ભારતને 420 રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા સામા પક્ષે ઈંગ્લેન્ડ તરફથી જૈક લીચ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ લીધી.

ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘર આંગણે હારી ગઈ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 2017માં ઘરઆંગણે હરાવ્યું હતું. ચૈન્નઈમાં ભારતીય ટીમ 22 વર્ષ પછી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ હાર્યું છે.બીજી તરફ ઈંગ્લેન્ડ હવે 4 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે.

કોહલીના નામે નવો રેકોર્ડ

મેચ હારવા છતાં કેપ્ટન કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ રન ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે.

ટેસ્ટ કેપ્ટન તરીકે કોના કેટલા રન ?
ગ્રેમ સ્મિથ – 8659
એલેન બોર્ડર – 6623
રિકી પોન્ટિંગ – 6542
વિરાટ કોહલી – 5234
ક્લાઈવ લોય્ડ- 5233

રોહિત શર્મા ફ્લોપ
ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર અને હીટમેનથી જાણીતા રોહિત શર્મા ફ્લોપ રહ્યો. જ્યારે ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 420 રનનું લક્ષ્ય આપ્યું તો ટીમ અને ફેન્સને રોહિત શર્મા પાસેથી મોટી ઈનિંગની આશા હતી. પરંતુ બીજી ઈનિંગમાં પણ રોહિતે માત્ર 12 રન બનાવીને પવેલિયનનો રસ્તો પકડ્યો હતો. ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ રોહિત માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.

બીજી ઈનિંગમાં આ ખેલાડી સસ્તામાં આઉટ થયા

બીજી ઈનિંગમાં ભારતીય ટીમના 6 ખેલાડી 10નો આંકડો પણ પાર ન કરી શક્યા. તેમાંથી ત્રણ ખેલાડી તો ખાતુ પણ ન ખોલાવી શક્યા. બીજી ઈનિંગમાં પૂજારા 15, રોહિત 12 અને પંત માત્ર 11 રન જ બનાવી શક્યા. જ્યારે રહાણે, સુંદર અને નદીમ ખાતુ ખોલાવ્યા વિના પવેલિયન પરત ફર્યા હતા. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન 9, બુમરાહે 4 રન બનાવ્યા તો ઈશાંત શર્મા 5 રન બનાવી અણનમ રહ્યો.

ભારતીય ખેલાડી પર આ બોલર્સ ભારે પડ્યા

ઈંગ્લેન્ડ તરફથી લીચે 4 વિકેટ લીધી જ્યારે જેમ્સ એન્ડરસને 3 વિકેટ ઝડપી. આ ઉપરાંત બેન સ્ટોક્સ, ડોમિનિક બેસ અને જોફરા આર્ચરે 1 વિકેટ ઝડપી.

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ પણ ફ્લોપ

પહેલી ઈનિંગમાં સારું પ્રદર્શન કરનારી ટીમ ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 178 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ઓલી પોપે 28, ડોમ બેસે 25, બટલરે 24, ડેનિયલ લૉરેન્સે 18 રનનું યોગદાન આપ્યું હતું. ઈગ્લેન્ડના સલામી બેટ્સમેન પણ બીજી ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા.

રવિચંદ્રન અશ્વિને ન ખોલવા દીધા હાથ

બીજી ઈંનિંગમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓના હાથ બાંધી રાખવામાં રવિચંદ્રન અશ્વિનનો મહત્વનો ફાળો રહ્યો હતો. અશ્વિને બીજી ઈનિંગમાં અશ્વિને ઈંગ્લેન્ડના 6 બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત નદીમે 2, ઈશાંતે 1 અને બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.

અશ્વિનને ભારત માટે સૌથી વિકેટ લેનારા બોલરમાં ટોપ-5માં સ્થાન
અનિલ કુંબલે – 619 વિકેટ
કપિલ દેવ – 434 વિકેટ
હરભજનસિંહ 417 વિકેટ
આર. અશ્વિન- 382
ઝાહિર ખાન- 311

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments