Team Chabuk-Sports-Desk : ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ મુશ્કેલીઓની સાથે વિવાદો માટે પણ યાદ રહેશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારતીય ટીમ માટે ક્રિકેટ સિવાયની વાતો થકી યાદ રહેશે. એક તરફ સ્ટિવ સ્મિથ દ્વારા ઋષભ પંતના ગાર્ડને ભૂંસવાનો વીડિયો સામે આવ્યો હતો જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ટિકા થઈ હતી. બીજી તરફ ભારતીય ટીમને ત્રીજી ટેસ્ટમાં દર્શકો તરફથી અભદ્ર ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સમસ્યા તો એ છે કે ખેલાડીઓ એક પછી એક ઘાયલ થઈ રહ્યા છે. વિવાદોની વણથંભી વણઝાર વચ્ચે 15મી જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ મેચ રમાવાની છે. જો કે, આ પહેલાં જ વધુ એક વિવાદ સર્જાઈ ગયો છે.
ચોથી અને નિર્ણાયક મેચ માટે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન પહોંચી ગઈ છે. જ્યાં ટીમ પર કેટલાક પ્રતિબંધ લગાવી દેવાયા છે જેને લઈને નવા વિવાદે જન્મ લીધો છે. તો એવો પણ આરોપ છે કે જે હોટલમાં ખેલાડીઓને રાખવામાં આવ્યા છે ત્યાં પુરતી સુવિધાઓ પણ નથી મળી રહી. જે હોટલમાં ભારતીય ખેલાડીઓને રાખવામાં આવ્યા છે ત્યાં હાઉસકિપિંગ ઉપરાંત સ્વીમિંગપુલનો પણ ખેલાડી ઉપયોગ નથી કરી શકતા.
સ્વીમિંગપુલમાં જવા માટે ખેલાડીઓને મનાઈ કરવામાં આવી છે. દાવો છે કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આવું કરાયુ છે. કારણ કે, બ્રિસ્બેનને પહેલાંથી જ હોટસ્પોટ જાહેર કરાયું છે. કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે ન્યૂ સાઉથ વેલ્સ ઉપરાંત બોર્ડર પર લોકડાઉનના કારણે હોટલમાં ક્વોરેન્ટાઈનના નિયમો કડક બનાવાયા છે.
એક રિપોર્ટ મુજબ BCCIના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભારતીય ટીમ મંગળવારે બપોરે બ્રિસ્બેન પહોંચી ગઈ હતી. ત્યારબાદ ટીમને હાઉસકિપિંગ, રૂમ સર્વિસ અને સ્વીમિંગપુલના ઉપયોગ માટે મનાઈ કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, આ મુદ્દે ક્રિકેટ ઓસ્ટ્રિલેયા સાથે સંપર્કમાં છે. આશા છે કે, આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક આવશે.
અન્ય એક રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ સાથે રહેનારા એક વ્યક્તિએ કહ્યું કે, ખેલાડીઓ રૂમમાં બંધ છે. તમામ ખેલાડીઓ પોતાની પથારી પણ જાતે કરી રહ્યા છે. જમવાનું પણ નજીકના ભારતીય રેસ્ટોરન્ટમાંથી આવી રહ્યું છે. હોટલના તમામ કાફે અને રેસ્ટોરન્ટ બંધ છે. એટલું જ નહીં ખેલાડીઓએ જાતે જ ટોયલેટ પણ સાફ કરવું પડી રહ્યું છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે જે હોટલમાં ટીમને રાખવામાં આવી છે તે હોટલમાં ભારતીય ટીમ સિવાય કોઈ નથી. છતાં ટીમ સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે. ખેલાડીઓને સ્વીમિંગ અને જીમ સહિતની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ પહેલાં એવી વાત વહેતી થઈ હતી કે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન નહીં જાય. જો કે, આ મુદ્દે ન તો BCCI કે ન તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત