Team Chabuk- National Desk: ડૉક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ. જ્યારે પરિવારના કોઈ પણ સભ્ય પર અચાનક મુસીબત આવી પડે તો આપણાં મુખે પહેલું નામ આમનું જ હોય. સામાન્ય તાવ હોય કે પછી કોઈ ગંભીર બીમારી હોય. આપણે વિશ્વાસ હોય છે કે, ડૉક્ટર પાસે જઈશું તો સારું થઈ જશે. પરંતુ આ કળિયુગમાં જન્મેલા કેટલાક ડૉક્ટરે પોતાની સાથે સમગ્ર ડૉક્ટર સમાજનું નામ ડોહળા પાણીમાં ડૂબાડી દીધું છે.
યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની આ ઘટના છે. અહીં એક નપાણિયા, બેદરકાર, નફ્ફટ, ક્રૂર, રાક્ષસ, લાલચુ, નિર્દય ડોક્ટરે એક બાળકીનું પેટ ચીરીને તેને તરછોડી દીધી. એટલા માટે કે આ ફૂલ જેવી માત્ર 3 વર્ષની બાળકીના પિતા રૂપિયાની વ્યવસ્થા ન કરી શક્યા. કપાયેલા પેટ સાથે બાળકી તડપતી રહી અને આ રાક્ષસ જોતો રહ્યો. આ ઘાતકી ડોક્ટરે એકવાર ઓપરેશન રોક્યા બાદ ન તો બાળકીની સામે જોયુ ન તો તે માસૂમ બાળકીની કોઈ અન્યને સારવાર કરવા દીધી. માનવતા નામની આ ડૉક્ટરને કોઈ સમજ ન હોય તેમ જોતો જ રહ્યો.

બાળકીને ખબર ન હતી કે તેના પર એક રૂપિયા ભૂખ્યા રાક્ષસે શસ્ત્રક્રિયા કરી છે પરંતુ એ એટલા રૂપિયા ન હતા કે તેની ભૂખ સંતોષી શકે. રાક્ષસના મનમાં તો એવું જ હતું કે જેટલા રૂપિયા મળ્યા છે એટલા રૂપિયામાં પેટને માત્ર ચીરી શકાય તેમાં પાછા ટાંકા લઈને સીવી ન શકાય ! એટલે જ તેણે પેટ ચીરીને ઓપરેશન અધુરું મૂકી દીધુ. હવે તમે જ વિચારો 3 વર્ષની બાળકી કપાયેલા પેટ સાથે કેટલો સઘર્ષ કરી શકે ? તડપી તડપીને બાળકીએ ત્યાં જ દમ તોડી દીધો.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ખાનગી હોસ્પિટલના હેવાન ડૉક્ટરની આ કરતૂત છે. પરિવાર સારવારનો ખર્ચ ઉઠાવી શકે એમ ન હોવાથી નફ્ફટ ડૉક્ટરે શેતાનિયત બતાવી પેટ ચીરેલી હાલતમાં જ પરિવારને હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો હતો.

પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રા પોતાની ત્રણ વર્ષની બાળકીને હોસ્પિટલે લઈ ગયા હતા. દીકરીને પેટની બીમારી હતી એટલે એ આશાએ હોસ્પિટલ લઈ ગયા કે તેમની દીકરીનું દર્દ હંમેશા માટે જતું રહે પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ ડૉક્ટર તેમની દીકરીને જ હંમેશા માટે દૂર કરી દેશે.
બાળકીના પિતાએ જણાવ્યું કે, દીકરીની સારવારના ડોક્ટરે પહેલાથી જ દોઢ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા અને વધુ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થતાં ડૉક્ટરે બાળકી તેમજ તેમના પરિવારને હોસ્પિટલમાંથી કાઢી મૂક્યા હતા. ડૉક્ટરે માનવતા નેવે મૂકીને પરિવારને કહી દીધુ હતું કે બાળકીની સારવાર અહીં નહી થાય. એટલું જ નહીં બાળકીના પિતાએ કહ્યું કે, ડૉક્ટરે પેટ ચીરીને ફરી ટાંકા પણ લીધા ન હતા. દીકરીનો જીવ બચાવવા માટે તે અન્ય હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા પરંતુ દીકરીની હાલત જોઈને અન્ય હોસ્પિટલે પણ તેને એડમિટ કરી ન હતી. બહુ સમય પસાર થઈ જતાં દીકરીએ પોતાના પિતાના હાથમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત