Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર દીપક ચહર (deepak chahar) લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. દીપક ચહરે ગઈકાલે બુધવારે 1 જૂનના રોજ આગ્રામાં પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ (jaya bhardwaj) સાથે લગ્ન (marriage) કરી લીધા છે. આગ્રામાં દીપક અને જયાએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
આગ્રાના વતની દીપક ચહરના ઘરે હલ્દી સેરેમની યોજાઈ હતી. રાત્રે 8 કલાકે દીપક ચહર જાન લઈને પોતાના ઘરેથી નીકળ્યો હતો. આગ્રાની ફતેહાબાદ રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલમાં દીપક અને જયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપક ચહરે લગ્નમાં ક્રીમ શેરવાની અને રાજસ્થાની સાફો પહેર્યો હતો. દીપક ઘોડી પર સવાર થઈને બેંડ બાજા સાથે જયાને પરણવા નીકળ્યો હતો અને ડાન્સ પણ કર્યો હતો. પીચ કલરના ચણિયાચોળીમાં જયા પણ સુંદર જોવા મળી રહી હતી.
દીપક ચાહર અને જયાએ એકબીજાને ફૂલોની માળા પહેરાવી હતી. એક રિપોર્ટ પ્રમાણે લગ્ન માટે દીપક ચાહર અને જયા ભારદ્વાજનો આઉટફિટ પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો.
દીપક અને જયાની લવસ્ટોરી
દીપક ચહર અને જયા ભારદ્વાજની મુલાકાત અચાનક નહીં પરંતુ દીપકની બહેન મારફતે થઈ હતી. દીપકની બહેન માલતી ચહર અને જયા ભારદ્વાજ મિત્ર છે. માલતીએ પહેલાંથી જ જયાને પોતાની ભાભી માની લીધી હતી અને તેણે જ દીપકની મુલાકાત જયા સાથે કરાવી હતી. પાંચ મહિનાની ઓળખાણમાં જ દીપક જયાને દીલ દઈ બેઠો. ત્યારબાદ આઈપીએલ 2021ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા દીપક ચહરે સ્ટેડિયમમાં માલતીને પ્રપોઝ કર્યું હતું. દીપકના આ પ્રપોઝલને જયાએ પણ સ્વીકારી લીધું હતું અને બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
