Team Chabuk-Political Desk: કોંગ્રેસ સાથે થયેલા મોહભંગ બાદ હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. થોડા દિવસ પૂર્વે હાર્દિક પટેલે સોનિયા ગાંધીને લાંબો લચક પત્ર લખીને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ભરપેટ ટીકા કરી હતી. ત્યારે હવે આજે 2 જૂને બપોરે 12 વાગ્યે હાર્દિક ભાજપમાં પ્રવેશ કરવાનો છે. અત્યાર સુધી ભાજપનો દુશ્મન નંબર-1, ભાજપને ભાંડવામાં કોઈ કસર ન છોડનાર હાર્દિક પટેલને આવકારવા ભાજપે લાલ ઝાઝમ પાથરી છે. ભાજપમાં જોડાતા પૂર્વે હાર્દિક પટેલે સવારમાં ટ્વિટ કરીને કહ્યું છે કે, હવે હું નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું.
હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવનાઓ સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં નાનકડો સિપાહી બનીને કામ કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલે ટ્વિટર એકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું છે. જેમાં હાર્દિક કેસરી કલરના સાફામાં જોવા મળી રહ્યો છે અને હમારા ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત લખવામાં આવ્યું છે.
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022
હાર્દિક પટેલના સ્વાગતમાં ભાજપ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલના ફોટો જોવા મળી રહ્યા છે અને હાર્દિક પટેલને સર્ઘષશીલ યુવા નેતા ગણાવ્યો છે.

ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરશે, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
