Team Chabuk-National Desk: ખેતી પાકોના ટેકાના ભાવને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અલગ અલગ પાકના MSPમાં વધારો કરવામાં આવ્યો છે. ધાન અને ખરીફ પાકના MSPમાં વધારો કરવામાં આવ્યો છે. બાજરી, જુવાર, કપાસ સહિતના પાકના MSPમાં વધારો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.
અડદની દાળ પર MSPમાં 60 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, 7 વર્ષમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે. ખેડૂત આંદોલનને લઈને પણ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યું છે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે કપાસના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કપાસ (મધ્યમ રેસાના) ટેકાના ભાવ પ્રતિ મણ 1145 નક્કી કરાયા છે જ્યારે કપાસ (લાંબા રેસાના) પ્રતિ મણના 1005 ટેકાના ભાવ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. કપાસ (મધ્યમ રેસાના) પ્રતિમણે 42 રૂપિયા અને કપાસ (લાંબા રેસાના) પ્રતિ મણે 40 રૂપિયા વધારવામાં આવ્યા છે. મગફળીના ટેકાના ભાવમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે. મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણના 1110 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે મગફળીમાં પ્રતિ મણે 55 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તલના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 452 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તુવેર અને અડદની દાળમાં પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનો વધારો કરાયો છે. ધાન સામાન્ય અને એ-ગ્રેડમાં પ્રતિ ક્વિન્ટલ 72 રૂપિયાનો વધારો કરાયો છે. જુવારમાં પ્રતિ ક્વિન્ટલે 118 રૂપિયાનો વધારો કરાયો છે. બાજરીમાં પ્રતિ ક્વિન્ટલે 100 રૂપિયાનો વધારો કરાયો છે. મકાઈમાં પ્રતિ ક્વિન્ટલે 82 રૂપિયા વધારવામાં આવ્યા છે. મગમાં પ્રતિ ક્વિન્ટલે 79 રૂપિયા વધારવામાં આવ્યા છે. અડદમાં પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયા ભાવ વધારવામાં આવ્યા છે.
देश के किसानों की आय दोगुनी करने के लिए प्रतिबद्ध मोदी सरकार…
— Narendra Singh Tomar (@nstomar) June 9, 2021
खरीफ विपणन मौसम 2021-22 के लिए सभी खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य को आर्थिक मामलों की मंत्रिमंडल समिति ने दी मंजूरी…
देश के करोड़ों किसानों को मिलेगा इसका लाभ…#CabinetDecisions pic.twitter.com/gAwGQhChGp
કેન્દ્ર સરકારે આ ભાવ વધારો ખરીફ સિઝન 2021-22 માટે કર્યો છે. જેથી આગામી સિઝનમાં ખેડૂતો આ ટેકાના ભાવથી ખેતી પાકનું વેચાણ કરી શકશે. કેન્દ્ર સરકારે વધારેલા આ ટેકાના ભાવનો લાભ દેશના કરોડો ખેડૂતોને મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત